Surat/ સુરતમાં લેતી દેતી મુદ્દે અપહરણ,પોલીસે આ રીતે છોડાવ્યો યુવકને

સુરતમાં અપહરણની ઘટના સામે આવી છે, માહિતી અનુસાર રૂપિયા ની લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું હતું

Top Stories Gujarat
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 09T155027.651 1 સુરતમાં લેતી દેતી મુદ્દે અપહરણ,પોલીસે આ રીતે છોડાવ્યો યુવકને

@divyeshparmar

Surat news:સુરતમાં અપહરણની ઘટના સામે આવી છે, માહિતી અનુસાર રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું હતું,સુરતના અમરોલી રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસીડેન્સીમાં રહેતા મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની યોગેશભાઈ પ્રવિણચંદ્ર ગઢીયા ગઈકાલે રાત્રે નવેક વાગ્યાના આરસામાં તેમની સોસાયટીની ગેટ પાસે પિતા પ્રવિણચંદ્ર ગઢિયા સાથે ઉભા હતા. તે વખતે એકાએક ૫૦થી ૫૫ વર્ષના આધેડ સહિત પાંચ અજાણ્યાઓ તેમની પાસે ઘસી આવી કંઈ પણ બોલ્યા વગર સીધા ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. જેથી સોસાયટીના અન્ય લોકો યોગેશને બચાવવા માટે વચ્ચે પડતા આરોપીઓએ તેને ઉચકી રોડની સામે પાર્ક કરેલ ફોર વ્હીલ ગાડીની ડીકીમાં બળજબરી પુર્વક બેસાડી અપહરણ કરી ગયા હતા. બનાવ અંગે 72 વર્ષીય પ્રવિણચંદ્રએ ઘરે જઈને વાત કરતા યોગેશભાઈની પત્નીએ પોલીસમાં જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યોગેશનું અપહરણ કરી ગયેલા પૈકી 50 થી 55 વર્ષનો અજાણ્યો નવેમ્બર મહિના પણ ઘરે આવી રાખડીની પૈસાની માંગણી કરી નાસી ગયો હતો એ વાત પોલીસને જાણવા મળી હતી.

બનાવ અંગે પોલીસે પ્રવિણચંદ્ર ગઢિયાની ફરિયાદ લઈ તપાસ શરુ કરી હતી…બનાવની ગંભીરતાને લઈ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગાડીનો નંબર ટ્રેસ કરી ગણતરીની મીનીટોમાં રાતોરાત સાયણ ચેક પોસ્ટ પાસેથી અપહરણકારોને દબોચી પાડી યોગેશબાઈ ગઢિયાને સહી સલામત મુક્ત કરાવ્યો હતો. પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે..જેમાં પ્રવિણભાઈ કાનજીભાઈ ઘેટિયા , હાર્દિક કુમાર ઘેટિયા , પૂજન હાંસલિયા , જસ્મીન હરીભાઈ ઘેટિયા અને રાજ ધીરજભાઈ માકડિયાની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં ઝડપાયેલા આરોપી પૈકી મુખ્ય આરોપીએ કબુલાત કરી હતી કે યોગેશભાઈ અને તેના પિતાએ તેમની પાસેથી 45 લાખનો રાખડીનો માલ ખરીદ્યો હતો. જેમાંથી હજુ 17 લાખ લેવાના બાકી છે. જે અંગે અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે તેઓ પૈસા આપતા નથી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….