સરહદ/ ચીનની અવડચંડાઇ, LACથી માત્ર 150 મીટર દૂર રોડ બનાવ્યો

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હજુ પણ સ્થિતિ તણાવભરી છે. ચીન તેની અવડચંડાઇમાંથી બાજ નથી આવી રહ્યું.

Top Stories India
10 1 3 ચીનની અવડચંડાઇ, LACથી માત્ર 150 મીટર દૂર રોડ બનાવ્યો

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હજુ પણ સ્થિતિ તણાવભરી છે. ચીન તેની અવડચંડાઇમાંથી બાજ નથી આવી રહ્યું. ભારતના સૈનિકોએ ચીનના સૈનિકોને માર્યા બાદ પણ તેની નાપાક હરકત કરી રહ્યું છે. હવે ચીન સરહદી વિસ્તારોમાં ઝડપથી રસ્તાઓ બનાવી રહ્યું છે. અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં જ્યાં ચીની સૈનિકોને માર મારવામાં આવ્યો હતો ત્યાં હવે ચીન 150 મીટરના અંતરે રોડ બનાવ્યો છે.

ભારતે યાંગત્સે ઉચ્ચપ્રદેશમાં ચીન પર પોતાનો વ્યૂહાત્મક ફાયદો જાળવી રાખ્યો છે. આ જ કારણ છે કે આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં ભારતીય સેનાને હરાવવા માટે  છેલ્લા એક વર્ષમાં ચીને નવા સૈન્ય અને પરિવહન માળખાનું નિર્માણ કર્યું છે, જેથી તે જ્યારે ઇચ્છે ત્યારે તેના સૈનિકોને ખૂબ જ ઝડપથી આ વિસ્તારમાં મોકલી શકે છે.

ભારત પણ પોતાની સરહદોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. મોદી સરકાર સરહદી વિસ્તારોમાં ઝડપથી રસ્તાઓ બનાવી રહી છે. તવાંગ અથડામણ બાદ સેનાએ સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની ગતિ વધારી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નેચિફુ ટનલનું નિર્માણ કાર્ય 5700 ફૂટની ઉંચાઈ પર ચાલી રહ્યું છે. ડી-શેપમાં બનેલી આ સિંગલ-ટ્યુબ ડબલ-લેન ટનલ દ્વિ-માર્ગી ટ્રાફિકને ખસેડવામાં સક્ષમ હશે. ઉપરાંત, BRO દ્વારા અરુણાચલ પ્રદેશમાં તવાંગ નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) તરફ સેલા પાસ ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેનાથી ભારતીય સેનાને તમામ હવામાન પરિસ્થિતિઓમાં કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં મદદ મળશે.