ખુશી માતમમાં ફેરવાઈ/ ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

બાળકોના માતા-પિતા અને સ્થાનિક પોલીસ તથા તલાટી, સરપંચ અને કેનાલ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. શુક્રવારે બપોરે 12 કલાકે ત્રણ બે ડૂબી ગયા હતા. ડૂબેલા બે વિદ્યાર્થીઓને સ્થાનિક તરવૈયાઓની મદદથી 5 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat
Untitled 78 4 ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

ખેડાના મહિજ ગામમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે.અહીં મેશ્વો કેનાલમાં નહાવા પડેલા અમદાવાદ હાથીજણના બે કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. કેનાલમાં નહાવા પડેલા બાળકો ડૂબી જવાની માહિતી મળતા બાળકોના માતા-પિતા અને સ્થાનિક પોલીસ તથા તલાટી, સરપંચ અને કેનાલ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. શુક્રવારે બપોરે 12 કલાકે ત્રણ બે ડૂબી ગયા હતા. ડૂબેલા બે વિદ્યાર્થીઓને સ્થાનિક તરવૈયાઓની મદદથી 5 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, ધોરણ 10માં પાસ થવાની ખુશીમાં યુવાનો નદીએ ન્હાવા ગયા હતા. પરંતું હવે પરિવાર માટે ગમમાં ફેરવાઈ ગઈ છે. ગઈ કાલે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલ રાધેશ્યામ હાઉસિંગ બોર્ડમાં રહેતો 17 વર્ષીય મોહિત તેના મિત્રો 16 વર્ષીય જયસ્વાલ પ્રાંજલ અને સચિન રાજપૂત એમ ત્રણેય મિત્રો ઘરેથી મોપેડ લઈને મોહિતના ધોરણ 10નું પરિણામ લેવા ગેરતપુર નૂતન સ્કૂલમાં ગયા હતા. પરીક્ષામાં મોહિત પાસ થઈ જતાં ત્રણેવ મિત્રો ખુશ થઈ ગયા હતા. અને પોતાની ખુશીને મનાવવા માટે ત્રણેય મિત્રો ઘરે જવાની જગ્યાએ કેનાલમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો.

ત્રણેય મિત્રો મહિજ ખાતેથી પસાર થતી મેશ્વો કેનાલ ખાતે સવારે 11:00 વાગે આવી પહોંચ્યા હતા. પહેલા તો ત્રણેય મિત્રો નાની કેનાલમાં નાહવા માટે પડ્યા હતા અને થોડીવાર પછી બાજુમાંથી પસાર થતી મોટી કેનાલમાં નાહવા પડવાનો પ્લાન બનાવ્યો હતો.  જોકે કેનાલમાં વધુ પાણી હોવાથી સચિન નાહવા માટે અંદર પડ્યો ન હતો. થોડીવાર થતાં બંને મિત્રો કેનાલમાં ન દેખાતા સચિને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને બનાવની જાણ પોલીસને કરી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી કેનાલમાં ગુમ થયેલા બંને કિશોરોની શોધખોળ ચાલુ કરતા સાંજે 5 વાગ્યાના અરસામાં મોહિત અને પ્રાંજલના મૃતદેહ મળી આવ્યા હતા.

બંને બાળકોના મૃતદેહ મળી આવતા માતા-પિતા આઘાતમાં સરકી પડ્યા હતા. કિશોરોના પરિજનો પણ ઘટના સ્થળે પોહચ્યા હતા. પરિજનો પોતાના બાળકોની રાહ જોઈ રહ્યા હતા. અને એમાંય મોહિતના માતા પિતા પોતાના બાળકની પાસ થવાની ખુશી માનવે એ પેહલા જ પોતાના બાળકના મોતના સમાચાર સાંભળી શોકગ્રસ્ત થઈ ગયા છે.

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:સુરતમાં ચાવી બનાવવાના બહાને રેકી કરીને ચોરીને અંજામ આપતી ચીકલીગર ગેંગના ઇસમો ઝડપાયા

આ પણ વાંચો:ભારે વરસાદ થતા દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા, કાંકરેજના ૩ ગામોને હાઇએલર્ટ

આ પણ વાંચો:આ વિસ્તારની દુકાનોના વેરા વસૂલાતને લઇ તંત્ર પર લાગ્યા આરોપ, જાણો શું છે આ મામલો