Not Set/ OMG : પાક. સામેની મેચમાં એવું તો શું થયું કે, એક પણ બોલ રમ્યા વગર ભારતના ખાતામાં આવી ગયા ૧૦ રન

ગુયાના, વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ રહેલા ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું છે. ગ્રુપ-Bના મુકાબલામાં પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજની શાનદાર ફિફ્ટીના સહારે પાકિસ્તાનને વર્લ્ડકપમાં પોતાની બીજી જીત હાંસલ કરી છે. જો કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કઈક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો, જયારે ટાર્ગેટનો પીછો કરવા […]

Top Stories Trending Sports Videos
INDvPAK OMG : પાક. સામેની મેચમાં એવું તો શું થયું કે, એક પણ બોલ રમ્યા વગર ભારતના ખાતામાં આવી ગયા ૧૦ રન

ગુયાના,

વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ રહેલા ICC મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું છે. ગ્રુપ-Bના મુકાબલામાં પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજની શાનદાર ફિફ્ટીના સહારે પાકિસ્તાનને વર્લ્ડકપમાં પોતાની બીજી જીત હાંસલ કરી છે.

જો કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કઈક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો, જયારે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના ખાતામાં એક પણ બોલ રમ્યા વગર જ ૧૦ રન આવી ગયા હતા.

એક તબક્કે આ વાત અચરજ પરમાડી શકે છે, પરંતુ આ મેચમાં કઈ આ જ પ્રકારે જોવા મળ્યું હતું.

હકીકતમાં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની મહિલા બેટ્સમેનો ક્રિકેટ પીચની વચ્ચે રન દોડતા હતા અને વિકેટને નુકશાન પહોચાડ્યું હતું.

આ અંગે અમ્પાયર દ્વારા પાકિસ્તાનના ખેલાડીઓને ચેતવણી આપી હતી, પરંતુ ત્યારબાદ પણ તેઓ વિકેટની વચ્ચે ડેન્જર ઝોનમાં આવી જતા હતા.

ICCના નિયમ ૪૧.૧૪.૩ મુજબ, જો કોઈ ખેલાડી ડેન્જર ઝોનમાં વારંવાર આવે છે તો અમ્પાયર કાર્યવાહી કરી શકે છે. ત્યારે આ મેચમાં પણ ફિલ્ડ અમ્પાયર દ્વારા કાર્યવાહી કરતા પાકિસ્તાનના કુલ રનમાંથી બે વાર ૫ – ૫ રન કાપી લીધા હતા.

આ સાથે જ પાકિસ્તાન દ્વારા આપવામાં અઆવેલા ૧૩૪ રનના ટાર્ગેટ સામે ભારતના ખાતામાં ૧૦ રન આવી ગયા હતા.