Not Set/ કેદારનાથમાં સરકારી સ્કૂલોમાં બની રહ્યા છે ‘સાઉન્ડપ્રૂફ ક્લાસરૂમ’ , જાણો શા માટે

ઉત્તરાખંડનાં પહાડો વચ્ચે શરૂ કરાયેલો આ એક નવતર પ્રયોગ છે. રુદ્રપ્રયાગ જિલ્લાની નવ સરકારી સ્કુલોમાં ‘સાઉન્ડપ્રૂફ ક્લાસરૂમ’ બનાવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રા દરમ્યાન કેદારનાથ ધામની યાત્રા માટે ત્યાંથી યાત્રાળુઓને લઇ જતા હેલિકોપ્ટરની આવન જાવન રહેતી હોય છે અને આ ચોપરના અવાજનાં કારણે ટીચરનો અવાજ બાળકો સુધી સરખી રીતે પહોચી શકતો નથી. જેને કારણે તેઓનું […]

Top Stories India
kedarnath કેદારનાથમાં સરકારી સ્કૂલોમાં બની રહ્યા છે ‘સાઉન્ડપ્રૂફ ક્લાસરૂમ’ , જાણો શા માટે

ઉત્તરાખંડનાં પહાડો વચ્ચે શરૂ કરાયેલો આ એક નવતર પ્રયોગ છે. રુદ્રપ્રયાગ જિલ્લાની નવ સરકારી સ્કુલોમાં ‘સાઉન્ડપ્રૂફ ક્લાસરૂમ’ બનાવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રા દરમ્યાન કેદારનાથ ધામની યાત્રા માટે ત્યાંથી યાત્રાળુઓને લઇ જતા હેલિકોપ્ટરની આવન જાવન રહેતી હોય છે અને આ ચોપરના અવાજનાં કારણે ટીચરનો અવાજ બાળકો સુધી સરખી રીતે પહોચી શકતો નથી. જેને કારણે તેઓનું ધ્યાન ભંગ થાય છે.

કેદારનાથ આસપાસનાં વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓ આ ચોપરના અવાજથી અફેક્ટ થાય છે. આ રૂટમાં આવતી શાળાઓને દિવસમાં ઓછામાં ઓછી 60 ચોપરની ટ્રીપ થાય છે એનાં અવાજનો સામનો કરવો પડે છે.

રુદ્રપ્રયાગ જિલ્લા અધિકારીઓએ આ હેલી- કંપનીઓ સાથે સંપર્ક કર્યો હતો. આ ચોપર કંપનીઓ સાથે વાતચીત કર્યા બાદ નિરાકરણ થયું. આ હેલિકોપ્ટર કંપનીઓએ 9 સ્કૂલ જે ખુબ ખરાબ રીતે અફેક્ટ થાય છે એને 18 સાઉન્ડપ્રૂફ ક્લાસરૂમ સ્પોન્સર કરવાનું નક્કી કર્યું છે.

classroom કેદારનાથમાં સરકારી સ્કૂલોમાં બની રહ્યા છે ‘સાઉન્ડપ્રૂફ ક્લાસરૂમ’ , જાણો શા માટે
Govt Schools of Kedarnath are going to get soundproof classrooms, know why

રુદ્રપ્રયાગનાં ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ મંગેશે જણાવ્યું કે, ‘આ એક ગંભીર પ્રોબ્લેમ હતો એ બાળકો માટે જેની સ્કૂલ હેલિપેડ નજીક આવેલી હોય. ચોપરનો અવાજ એટલો બધો હોય છે કે વિધાર્થીઓ ક્લાસરૂમમાં બેસી શકે નહી. અમે આખરે હેલિકોપ્ટર ઓપરેટર્સને કન્વીન્સ કરી શક્યા કે તેઓ સાઉન્ડપ્રૂફ ક્લાસરૂમ બનાવા માટે એમનાં CSR ફન્ડમાંથી નાણા આપે.’

વધુમાં એમણે જણાવ્યું કે, ‘નવ સ્કૂલમાં બે ક્લાસરૂમ બનાવામાં આવ્યા છે અને વધુ આવતા વર્ષે બનાવામાં આવશે. એક ક્લાસરૂમ બનાવાનો ખર્ચ દોઢ લાખ છે.’

આર્યન એવિએશન જે આ પ્રોજેક્ટમાં શામેલ થયેલ કંપનીઓમાની એક છે એનાં ઓફિસર વી.આર. શર્માએ જણાવ્યું હતું કે, ‘અમે ભેત્સેમની સરકારી પ્રાઈમરી શાળામાં બનાવેલા ક્લાસરૂમમાં જૂનાં દરવાજા અને બારીને બદલી નાખ્યા છે. એ પહેલાં લાકડાનાં બનેલા હતા હવે એની જગ્યાએ મોર્ડન દરવાજા અને બારી છે. ઉપરાંત અમે છતને ફરીથી બાંધી છે અને એમાં કોન્ક્રીટના બે લેયર ઉમેર્યા છે જેથી બહારનો અવાજ ઓછો થઇ જાય.’

આ સાઉન્ડપ્રૂફ ક્લાસરૂમને કારણે હવે શિક્ષકો પણ રાહત અનુભવી રહ્યા છે. સ્કૂલના બાળકો પણ આ નવા ક્લાસમાં ભણવા માટે ઉત્સુક છે.