SAFF Championship Final/ ભારતે કુવૈતને 5-4થી હરાવીને નવમી વખત જીતી SAFF ચેમ્પિયનશિપ, ગોલકિપર ગુરપ્રીત સંધુએ અપાવી શાનદાર જીત

ભારત અને કુવૈત વચ્ચે SAFF ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ બેંગલુરુમાં રમાઈ હતી, આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી, હાફ ટાઈમ સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી

Top Stories Sports
8 1 ભારતે કુવૈતને 5-4થી હરાવીને નવમી વખત જીતી SAFF ચેમ્પિયનશિપ, ગોલકિપર ગુરપ્રીત સંધુએ અપાવી શાનદાર જીત

ભારત અને કુવૈત વચ્ચે SAFF ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. હાફ ટાઈમ સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી. આ પછી મેચનું પરિણામ પેનલ્ટી શૂટ આઉટથી આવ્યું. સુનીલ છેત્રીના નેતૃત્વમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાએ આ જીત મેળવી હતી. ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. ભારતીય ફૂટબોલ ટીમે નવમી વખત SAFF ચેમ્પિયનશિપ જીતી છે. આ પહેલા ભારતીય ટીમ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021માં જીતી ચૂકી છે

સુનીલ છેત્રીની આગેવાની હેઠળની ભારતીય ફૂટબોલ ટીમે ફાઈનલ મેચમાં કુવૈતને પેનલ્ટી શૂટ-આઉટમાં 5-4થી હરાવ્યું હતું. જીતનો હીરો ગોલકીપર ગુરપ્રીત સંધુ રહ્યો. તેણે પેનલ્ટી બચાવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું. આ સાથે ભારત નવમી વખત SAFF ચેમ્પિયનશિપનું વિજેતા બન્યું છે. નિયમિત સમય અને ઈજા અને વધારાના સમયમાં બંને ટીમો 1-1થી બરાબરી પર હતી. આ પછી મેચ પેનલ્ટીમાં ગઈ જ્યાં ભારતીય ગોલકીપર ગુરપ્રીત સંધુ દિવાલની જેમ ઉભો રહ્યો અને જીતનો સૌથી મોટો હીરો બન્યો.