Manipur Violence/ મણિપુરમાં ટોળાએ IRB કેમ્પમાંથી હથિયાર લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો,એક વ્યક્તિનું મોત

મંગળવારે  રાજ્યના થોબલ જિલ્લામાં સ્થિત ભારતીય અનામત બટાલિયન (IRB) કેમ્પમાંથી ટોળાએ હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો

Top Stories India
9 1 મણિપુરમાં ટોળાએ IRB કેમ્પમાંથી હથિયાર લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો,એક વ્યક્તિનું મોત

મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઇ રહી, મંગળવારે  રાજ્યના થોબલ જિલ્લામાં સ્થિત ભારતીય અનામત બટાલિયન (IRB) કેમ્પમાંથી ટોળાએ હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સુરક્ષા દળોની ભીડ સાથે અથડામણ થઈ અને એક 27 વર્ષીય વ્યક્તિનું મોત નિપજયું છે. આ સિવાય આસામ રાઈફલ્સના જવાનને પણ ગોળી વાગી હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ટોળાએ ખાંગાબોક વિસ્તારમાં સ્થિત 3જી આઈઆરબી બટાલિયનના કેમ્પ પર હુમલો કરીને હથિયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તરત જ સુરક્ષા દળો અને હિંસાનો આશરો લેનારા લોકો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.

સૂત્રોએ જણાવ્યું કે અથડામણ દરમિયાન, સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો, પરંતુ લોકોએ હિંસાનો આશરો લીધો અને ગોળીબાર શરૂ કર્યો. જેના જવાબમાં સુરક્ષા દળો તરફથી પણ ગોળી ચલાવવામાં આવી હતી.આ દરમિયાન ભીડે કેમ્પ તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા જેથી સેના અહીં ન પહોંચી શકે. રસ્તામાં હાજર આસામ રાઈફલ્સની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. રાઈફલ્સના એક જવાનને પગમાં ગોળી વાગી હતી અને વાહનને આગ ચાંપી દેવામાં આવી હતી. આ સમગ્ર અથડામણમાં, રોનાલ્ડો નામના વ્યક્તિનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. તેને પહેલા થોબલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ અહીંથી તેને ઈમ્ફાલ લઈ જવાનું કહેવામાં આવ્યું, પરંતુ રોનાલ્ડોએ રસ્તામાં જ જીવ ગુમાવ્યો. આ અથડામણમાં કુલ દસ લોકો ઘાયલ થયા છે.

પીટીઆઈ અનુસાર, મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની અથડામણમાં 120 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં પહેલીવાર 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી જ્યારે મેઇટી સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં રાજ્યના પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું.