Valsad News/ દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર પીગળ્યો! વલસાડ અને નવસારીમાં ગરમી વધતા જ ડામર રોડ ઓગળ્યા

Valsadમાં 34 ડિગ્રી તાપમાનમાં જ નવનિર્મિત ડામર રોડ પીગળવા લાગ્યો છે. લોકોના ચંપલ ડામરમાં ચોંટતા ભારે હાલાકી સર્જાઈ છે. પાલિકાની બેદરકારી સામે રોષ.

Top Stories Gujarat Others
Valsad Navsari Road Melting News

Valsad Navsari Road Melting News: ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે અને તાપમાનનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યાં જ વલસાડ અને નવસારીમાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. બંને શહેરોમાં તાજેતરમાં બનેલા ડામર રોડ પીગળવા માંડતા વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ રોડ ડામરના નહીં પણ ભ્રષ્ટાચારના બનેલા છે.

Valsad Navsari Road Melting News

Valsad : 1 કિમીનો રોડ ‘ગુંદર’ જેવો થયો

વલસાડમાં નગર પાલિકાની ઘોર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અનેક રજૂઆતો બાદ માંડ માંડ તૈયાર થયેલો 1 કિલોમીટર લાંબો રસ્તો માત્ર બે મહિનાના ટૂંકા ગાળામાં જ પીગળવા લાગ્યો છે. હાલ સ્થિતિ એવી સર્જાઈ છે કે રસ્તા પરનો ડામર પીગળીને સાવ પોચો થઈ ગયો હોવાથી વાહનચાલકોના ટાયર તેમાં ખૂંતી રહ્યા છે. જોકે, આ ગંભીર બેદરકારી અંગે જ્યારે મીડિયાએ સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે પાલિકા પ્રમુખ અને સભ્યો પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે કેમેરા સામે આવવાનું ટાળીને ભાગતા નજરે પડ્યા હતા.

Valsad Navsari Road Melting News

Navsari : ટાટા સ્કૂલ રોડ પર ચંપલ ચોંટ્યા

નવસારીમાં પણ વલસાડ જેવી જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીં પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ સુધીનો અત્યંત વ્યસ્ત ગણાતો રોડ પીગળવા લાગતા સ્થાનિક લોકો અને વાહનચાલકોના હાલ બેહાલ થયા છે. રસ્તા પરનો ડામર એટલી હદે પીગળી રહ્યો છે કે પગપાળા જતા રાહદારીઓના ચંપલ અને બૂટ તેમાં ચોંટી જાય છે, અને ઘણીવાર તો ચંપલ રોડ પર જ રહી જાય છે. બીજી તરફ, ડામર પીગળવાને કારણે વાહનો પણ જોખમમાં મુકાયા છે; બ્રેક મારતી વખતે વાહનો સ્લિપ થઈ રહ્યા હોવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સતત સેવાઈ રહી છે.

Valsad Navsari Road Melting News

34 ડિગ્રીમાં આ હાલ તો મે મહિનામાં શું થશે?

આજે વલસાડમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સ્થાનિકો રોષે ભરાઈને પૂછી રહ્યા છે કે જો 34 ડિગ્રી જેવી સામાન્ય ગરમીમાં રસ્તાઓ પીગળી જતા હોય, તો જ્યારે ઉનાળો જામશે અને પારો 40-42 ડિગ્રીએ પહોંચશે ત્યારે શું આ રસ્તાઓનું અસ્તિત્વ બચશે?


આ પણ વાંચો: ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! દાહોદમાં દીવાલ કૌભાંડમાં મહિલા સરપંચ સસ્પેન્ડ

આ પણ વાંચો: સુરતમાં આયુષ્માન કાર્ડમાં ભ્રષ્ટાચાર, રિન્યુ માટે 4 હજારની માંગ

આ પણ વાંચો: પંચાયત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂત ભરત પઢિયારનું સારવાર દરમિયાન મોત