Dahod News/ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! દાહોદમાં દીવાલ કૌભાંડમાં મહિલા સરપંચ સસ્પેન્ડ

Dahod DDO action corruption: દાહોદના ફતેપુરામાં શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવામાં થયેલા રૂ. 1.66 લાખના ભ્રષ્ટાચાર મામલે DDO એ મહિલા સરપંચ રાધિકા નીનામાને સસ્પેન્ડ કર્યા છે.

Gujarat Top Stories Others
Dahod Sarpanch Radhika Ninama suspended

Dahod Sarpanch Radhika Ninama suspended: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવાના નામે થયેલી આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે.

શું છે સમગ્ર કૌભાંડ?

ફતેપુરાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માટે આવેલી સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ગેરવહીવટ થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ગામની શાળામાં કમ્પાઉન્ડ વોલ (કિનારી દીવાલ) બનાવવાના કામમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શાળાની દીવાલના નિર્માણ કાર્યમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગંભીર આર્થિક ગોબાચારી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન એવું ફલિત થયું હતું કે આ કામમાં કુલ રૂ. 1.66 લાખની માતબર રકમની ગેરરીતિ કરવામાં આવી છે, જે સીધી રીતે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે.

Dahod Sarpanch Radhika Ninama suspended

Dahod DDO દ્વારા સસ્પેન્શનનો ઓર્ડર

આ ભ્રષ્ટાચાર મામલે દાહોદ DDO (જિલ્લા વિકાસ અધિકારી) એ તપાસના અંતે મહિલા સરપંચ રાધિકા નીનામા ને જવાબદાર ગણ્યા હતા. પંચાયતની ગ્રાન્ટમાં થયેલા ગેરવહીવટ અને સત્તાના દુરુપયોગ બદલ રાધિકા નીનામાને સરપંચ પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો: તડકેશ્વરમાં રામ ધૂન ગાઈને ભાજપના ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો: અમિત ચાવડા

આ પણ વાંચો: સુરતમાં આયુષ્માન કાર્ડમાં ભ્રષ્ટાચાર, રિન્યુ માટે 4 હજારની માંગ

આ પણ વાંચો: પંચાયત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂત ભરત પઢિયારનું સારવાર દરમિયાન મોત