IPL 2022/ હૈદરાબાદે બેંગ્લોરને 9 વિકેટે હરાવ્યું,અભિષેક શર્માએ બનાવ્યા 47 રન

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 16.1 ઓવરમાં 10 વિકેટના નુકસાને 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલમાં ટીમનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે

Top Stories Sports

શનિવારે બ્રેબોર્ન સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 16.1 ઓવરમાં 10 વિકેટના નુકસાને 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલમાં ટીમનો આ બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા કોલકાતા સામે 2107માં ટીમ 49 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 69 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 8 ઓવરમાં 72 રન બનાવીને 9 વિકેટે મેચ જીતી લીધી હતી. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ 47 રન બનાવ્યા હતા.

બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે બીજી ઓવરમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. અનુજ રાવત અને વિરાટ કોહલી ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા છે. ફાફ 5 રન બનાવીને આઉટ થયો હતો. માર્કો જેન્સને આ ત્રણેય વિકેટ એક જ ઓવરમાં લીધી હતી. ગ્લેન મેક્સવેલ 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. પ્રભુદેસાઈ 15, શાહબાઝ 7 રન બનાવીને આઉટ થયા હતા. દિનેશ કાર્તિ ખાતું ખોલાવ્યા વિના 3 બોલ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. હર્ષલે 4 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી માર્કો અને નટરાજને 3-3 વિકેટ લીધી હતી.

બેંગ્લોરની ટીમ 8 મેચમાં પાંચ જીત સાથે 10 પોઈન્ટ ધરાવે છે અને આ મેચમાં હાર બાદ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે હૈદરાબાદ 7 મેચમાં 5 જીત અને 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.