Gujarat News : તાડકેશ્વરમાં 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી ભાજપના ભ્રષ્ટાચાર (Corruption)નો જીવતો જાગતો પુરાવો છે. ભાજપની ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ કમિશનમાં ભાગીદાર છે. ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર(Corruption),ગેરવયવહાર,તાનાશાહીનું શાસન ચાલે છે.

ભાજપના નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે.જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈપણ સરકારી કામનો કોન્ટ્રાક્ટ નથી મળતો. કમિશનથી કમલમના બિલ્ડીંગો મજબૂત બન્યા છે.

અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા,ટાંકી પડી, રસ્તા તૂટ્યા, મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર(Corruption), નલ સે જલ માં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે.

એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર ગુજરાતના સામાન્ય માણસનું કામ નથી થતું. ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે. ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે.
આ પણ વાંચો : વ્યારા નગરપાલિકામાં કરોડોનો ભ્રષ્ટાચાર? અમિત ચાવડાએ ભાજપના નેતાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
આ પણ વાંચો : “જન આક્રોશ” યાત્રામાં અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર, ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરી
આ પણ વાંચો :પંચાયત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂત ભરત પઢિયારનું સારવાર દરમિયાન મોત
