Mehsana News/ પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિવિધ મહાનુભાવોની શ્રેણીબદ્ધ વન ટુ વન બેઠક

વિયેતનામના રાજદૂત શ્રીયુત ન્યુગેન થાન્હ હૈનેની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક

Gujarat

Mehsana News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલી આ કોન્ફરન્સના પ્રથમ દિવસે મુખ્યમંત્રીની સાથે વિવિધ દેશોના રાજદૂતો, અગ્રણીઓની વન ટુ વન બેઠક યોજાઇ હતી.આ બેઠકની શૃંખલામાં વિયેતનામના રાજદૂત શ્રીયુત ન્યુગેન થાન્હ હૈને એ મુખ્યમંત્રી સાથે બેઠક યોજીને ગુજરાત વિયેતનામ વચ્ચે આપસી સહકારના ક્ષેત્રોમાં સહભાગિતા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

તેમણે ખાસ કરીને ટેકનોલોજી ટ્રાન્સફર ઇનોવેશન, એઆઈ,અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તથા એનર્જી સેક્ટરમાં સહયોગ માટે ઉત્કૃષ્ટતા દર્શાવી હતી. મુખ્યમંત્રીસાથેની વાતચીતમાં વિયેતનામ રાજદૂતે કહ્યું કે, ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે એક લાખ લોકો વિયેતનામના પ્રવાસે જાય છે. વિયેતનામ ગુજરાત પાસેથી કપાસ અને સિંગની આયાત કરે છે .

તેમણે વિયેતનામમાં ગુજરાતના ઉદ્યોગોને રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિયેતનામ જેવા રાષ્ટ્રની વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં ઉપસ્થિતિને આવકારીને તેમને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.

આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ  એમ.કે દાસ, ઊર્જાના અધિક મુખ્ય સચિવ  હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંધ, સચિવ  ડોક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી

આ પણ વાંચો: સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

આ પણ વાંચો: ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિધ્ધિ, 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા