Surat News/ ‘નરેન્દ્રભાઈ-અમિતભાઈ, બાંગ્લાદેશ સામે આંખ લાલ કરવા તૈયાર રહે’ : પ્રવીણ તોગડિયા

એકવાર આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા

Top Stories Gujarat Surat

Surat News : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(VHP)ના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ આજે (2 જાન્યુઆરી) સુરતમાં અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. આવનારા મહાકુંભમાં લાખો લોકો એકત્રિત થવાના છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એ અંગે મીડિયાને માહિતગાર કર્યાં હતાં, સાથે જ તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓની બહુમતી માટે જરૂર પડ્યે કાયદો અને દંડા બન્નેની મદદ લઈશું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે કહ્યું હતું કે એકવાર આંખ લાલ કરી હતી તો પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા હતા. જો હવે આંખ લાલ કરીશું તો બાંગ્લાદેશના ચાર ટુકડા થશે.

પ્રવીણ તોગડિયા વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતુ કે પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભમાં કરોડો લોકો હાજરી આપવાના છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક લાખ લોકોને રોજ ચા-નાસ્તો આપવામાં આવશે. પીવા માટે ગરમ પાણી આપવામાં આવશે. એક લાખ ધાબળાનું વિતરણ કરવામાં આવશે તેમજ 8,000 લોકો રોકાણ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે હિન્દુઓની રક્ષા માટે આગામી દિવસોમાં કામ કરવામાં આવશે. ગામડે-ગામડે હનુમાન ચાલીસાનું પઠન થાય, હિન્દુઓની સુરક્ષા ગોઠવાય એ પ્રકારે લોકોને વધુ જાગ્રત કરીશું. બાંગ્લાદેશમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે એ જોતાં જે રીતે મારી લાલ થઈ રહી છે, એવી રીતે સરકારની પણ આંખ લાલ થવી જોઈએ. મને આશા છે કે નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને રાજનાથ સિંહ ચોક્કસ બાંગ્લાદેશ સામે આંખ લાલ કરશે.

દેશમાં હિન્દુઓનો બહુમત જળવાઈ રહે એ માટે જ્યાં કાયદાનો ઉપયોગ કરવા જેવો હશે ત્યાં એનો ઉપયોગ કરીશું, જ્યાં દંડાનો ઉપયોગ કરવા જેવો હશે ત્યાં એનો પણ ઉપયોગ કરીશું. પાકિસ્તાન સામે જ્યારે લાલ આંખ કરી હતી ત્યારે બે ભાગ થઈ ગયા હતા. હવે બાંગ્લાદેશ સામે જો લાલ આંખ કરીશું તો ચાર ટુકડા થઈ જશ. બાંગ્લાદેશ જો ન માને તો આંખ લાલ કરવાનો સમય આવી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

આ પણ વાંચો: કોલેજિયમ મુદ્દે બે ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટ પંહોચ્યા, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: 36 કલાકની અમાનવીય શિફ્ટ… 30 વર્ષમાં જોવા મળી નથી આવી પોલીસ તપાસ, કોલકાતા કેસમાં સુપ્રીમ કોર્ટ નારાજ