અમદાવાદ,
ખરેખર ચાણકયએ સત્ય જ કહ્યું છે ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ’ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. સને 1962 પછી ભારતમાં પાંચ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે.
ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બરે જ કેમ શિક્ષક દિન તરીકે સેલીબ્રેટ કરવામાં આવે છે તેનું કારણ જાણવા જેવું છે.

ડો. રાધાકૃષ્ણન દેશના રાષ્ટ્રપતિ તો રહી ચુકેલાં સાથે દેશના એક મહાન શિક્ષક પણ હતા. હતા. એક વખત તેમના વિઘાર્થીઓએ તેમને જન્મદિવસ મનાવવા કહ્યું હતું પરંતુ એ સમયે ડો. સર્વપલ્લીએ પોતાના વિઘાર્થીઓને કહ્યું કે મારો જન્મદિવસ મનાવવાને બદલે 5 સપ્ટેમ્બર ને શિક્ષક દિવસ તરીકે મનાવશો તો મને ગર્વ થશે. બસ ત્યારથી જ રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

1962થી 1967 દરમિયાન પ્રેસીડન્ટ રહી ચુકેલાં રાધાકૃષ્ણન શિક્ષકની સાથો સાથ દર્શનશાસ્ત્ર પ્રોફેસર પણ હતા. આધુનિક ભારતના મહાન શિક્ષક અને દર્શનિક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ મદ્રાસમાં નિયોગી બ્રાહ્મણ પરિવારમાં 5 સપ્ટેમ્બર 1888 ના રોજ થયો હતો. તેઓ બચપણથી જ ખુબ મહેનતું હતા. વિઘાર્થીકાળમાં તેમણે ઘણી બધી શિષ્યવૃતિઓ મેળવી હતી. ડો. રાધાકૃષ્ણ યુનિવર્સિટી ઓફ મૈસુરમાં ફિલોસોફીના પ્રોફેસર હતા. ડો.સર્વપલ્લીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ તિરુપત્તીની ખ્રિસ્તી મિશનરીઓની શાળાઓમાં લીધેલું. તત્વજ્ઞાનના વિષય સાથે તેઓ પીએચ.ડી થયેલા હતાં. ખરેખર તો એ એક મહામાનવ હતા. તેમની પ્રતિભા બેજોડ કહી શકાય તેવી હતી. હિંદુ ધર્મના તેઓ ગહન તત્વચિંતક હતા અને ધર્મને સાથે લઇને ટેક્નોલોજીના યુગમાં ઝંપલાવવાના તેઓ આગ્રહી હતાં. ભારતીય સંસ્કૃતિનું પુનરુથાન તેમણે પશ્વિમી સંસ્કૃતિમાંથી સારા પરિબળો લઇને કરવાના પ્રયત્ન કર્યા હતા.

ડો. સર્વપલ્લી મદ્રાસ પ્રેસીડેન્સી કોલેજમાં દર્શનશાસ્ત્રના અઘ્યાપક હતા. ડો. સર્વપલ્લી જયારે કલકતામાં પ્રોફેસર તરીકે અભ્યાસ કરાવવા જઇ રહ્યા હતા. ત્યારે એમના શિષ્યો ફૂલો લઇને મૈસુર યુનિવસીટીથી લઇ રેલવે સ્ટેશન સુધી એમને મૂકવા ગયા હતા. વિઘાર્થીઓ તેમનું ખુબ જ સન્માન કરતા હતા. દેશસેવાની સાથે ભારતના શિક્ષણ ક્ષેત્રેનો કઇ રીતે વિકાસ કરવો એ વિષય ઉપર એમણે ઘણા કાર્યો કર્યા છે.
1929માં હેરીસ માન્ચેસ્ટર કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું.આ કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યા પછી બ્રીટીશ સરકારને તેમના પ્રત્યે એટલું માન થયું હતું કે 1931માં જ્યોર્જ પાંચમાં દ્રારા તેમને નાઇટ નો ખિતાબ આપવામાં આવ્યો હતો.

1952માં તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યાં. તે હોદ્દો તેમણે દસ વર્ષ સુધી નિભાવ્યો અને 1962ના 13મી મેના રોજ ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાં. અને 1967માં આ હોદ્દો છોડ્યો. તેઓ કોઇ પક્ષ સાથે જોડાયેલા નહોતા. આ હોદ્દાઓ પર રહીને તેમણે ઉત્તમ દેશસેવા કરી છે.

ડો. સર્વપલ્લીનું માનવું હતું કે એક શિક્ષકનું મગજ દેશના અન્ય માનવીઓ કરતા સર્વોપરી હોવું જોઇએ. શિક્ષક દિનને શાળા-કોલેજોમાં ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. શિક્ષક દિવસની ઉજવણીમાં વિઘાર્થીઓ પોતાના પ્રિય ટીચરને કાર્ડસ, ફૂલ સહીતની અલગ અલગ ગીફટ આપેછે. આજે શિક્ષક દિવસને રાષ્ટ્રીયસ્તર ઉપર મનાવવામાં આવે છે. એક શિક્ષક જ બાળકને વિઘાર્થીમાં પરિવર્તીત કરી શકે છે. એ જ ઉત્તમ વિઘાર્થી સમય જતા દેશનું ભવિષ્ય બને છે. ડો. રાધાકૃષ્ણનને સમાજમાં શિક્ષા અને શિક્ષણ બન્નેનું મહત્વ સમજવા હતા આથી જ અમેના જન્મદિવસને ભારતમા 1962 પછી શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે.સર્વોચ્ચ શિખર સુધી પહોચાડનાર ક્ષમાની ભાવના રાખનાર, નિર્બળતાને દુર કરનાર એજ શિક્ષકનો સાચો અર્થ છે.
