વડોદરા/ નંદેશરી GIDC ની વધુ એક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના, 2 લોકોના મોત

ગેસ ગળતરને કારણે નંદેસરીના રહેવાસી ભાવેશ શાહ અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાઉ ગામના અલ્પેશ પઢીયારની તબિયત વધુ લથડી હતી….

Top Stories Gujarat Vadodara
ગેસ ગળતર

વડોદરા નજીક આવેલી નંદેશરી GIDC ખાતે આવેલ બેઝિક ઇન્ટરનેશનલ નામની કંપનીમાં ગેસ ગળતરના કારણે 2 લોકોના મોત થયા છે. મધ્યરાત્રીના ત્રણ વાગ્યાના બેઝિક ઈન્ટરનેશનલ કંપનીના એક પ્લાન્ટમાં ગેસ ગળતર થતાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી.આ ગેસ લિકેજના કારણે ફરજ બજાવી રહેલા નંદેસરીના ભાવેશ શાહ જેઓ કંપનીના પ્લાન્ટ સુપરવાઈઝર અને અસોદર ગામના અલ્પેશ પઢીયાર નામના કર્મચારીઓને ઝેરી ગેસની અસર થઈ હતી.

આ પણ વાંચો :પાટડી મા શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાનું અનાવરણ નીતિન પટેલ અને પાટીલ દ્વારા કરાયું

આપને જણાવી દઈએ કે, ગેસ ગળતરને કારણે નંદેસરીના રહેવાસી ભાવેશ શાહ અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાઉ ગામના અલ્પેશ પઢીયારની તબિયત વધુ લથડી હતી. જેથી તેઓ બંનેને સારવાર માટે શરૂઆતમાં છાણી સ્થિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડોકટરે બંને કામદારને મૃત જાહેર કર્યા હતા.

આ બંને કામદારના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ બનાવ અંગે નંદેસરી પોલીસે કંપનીમાં ગેસ ગળતર ને કારણે નિષ્કાળજી રાખવા બદલ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :12 વર્ષના બાળકે શાળાએથી આવીને ઘરના બાથરૂમમા જ કરી લીધો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ છવાયો

જ્યારે આ બંને મૃતકોના પરિવારજનોને જાણ થતા પરિવાર જનોના પગ તળે જમીન સરકી ગઈ હતી અને તેઓ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અસોદરના સરપંચ મનુભાઈ પઢીયાર સહિતના લોકો દોડી આવીને કંપનીના સંચાલકો પાસે મૃતકના પરિવારજનોને વળતર મળે તે અંગેની માંગ કરી હતી.

આ અંગે ની જાણ નંદેસરી પોલીસને થતા પોલીસ શ્રીજી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આ બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાજવાની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ગુજરાત સરકાર બળાત્કારના આરોપી રાજુ ભટ્ટને ટ્રસ્ટી પદેથી દૂર ન કરવા પર લાખ્ખો શ્રદ્ધાળુઓનો આક્રોશ જોવા મળ્યો

આ પણ વાંચો :નવરાત્રિમાં આશાપુરા માતાજીનું મંદિર ખુલ્લું રહેશે, દર્શનાર્થીઓ દર્શન કરી શકશે