Ahmedabad News/ અમદાવાદમાં જમાલપુર કાચની મસ્જિદમાં અસામાજિક તત્વોનો આતંક

Antisocial Elementsનો અમદાવાદના જમાલપુરમાં આતંક જોવા મળ્યો છે. તેના કારણે સ્થાનિકોમાં ભયની લાગણી છવાઈ ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Terror by Antisocial Elements Jamalpur, Ah'd

Ahmedabad News: અમદાવાદમાં જમાલપુર (Jamalpur)માં કાચની મસ્જિદના વિસ્તારમાં અસામાજિક તત્વો Antisocial Elements નો આતંક જોવા મળ્યો છે. તેના કારણે વિસ્તારમાં ભય (Fear) ની લાગણી છવાઈ છે. અસામાજિક તત્વોએ તેમા થાર કાર સહિત 4થી 5 ટુ-વ્હીલરમાં તોડફોડ કરતા મધ્યમ વર્ગના કેટલાય લોકોને ફટકો માર્યો છે. તેનાથી તેમને મોટું નુકસાન ગયું છે. અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે.

Antisocial Elementsનો અમદાવાદના જમાલપુરમાં આતંક
Antisocial Elementsનો અમદાવાદના જમાલપુરમાં આતંક

Antisocial Elements (અસામાજિક તત્વો) સામે પોલીસ કરશે કાર્યવાહી

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે લોકોમાં ભય ફેલાવનારા અસામાજિક તત્વોની ઓળખ સુનિશ્ચિત કરવાનું શરૂ કર્યુ છે. એક વખત આ રીતે ભય ફેલાવનારા આરોપીઓની આ પ્રકારે ઓળખ સુનિશ્ચિત થયા પછી પોલીસ તેની સાથે કાર્યવાહી કરશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

Antisocial Elementsનો અમદાવાદના જમાલપુરમાં આતંક
Antisocial Elementsનો અમદાવાદના જમાલપુરમાં આતંક

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો (Antisocial Elements)નો આતંક

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી શહેરનાં જુદાં-જુદાં વિસ્તારોમાં અસામાજિક તત્વો (Antisocial Elements) આતંક ફેલાવતા જોવા મળ્યા છે. આ પ્રકારના બનાવોના કારણે શહેરના જે-તે વિસ્તારોમાં જાણે ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. તે વિસ્તારમાં રહેતા સ્થાનિકો અને દુકાનદારોમાં ચિંતા ફેલાઈ છે. આ રીતે સતત અસામાજિક તત્વોનો ત્રાસ રહેતો પોતાના રોજગાર અને ધંધા કઈ રીતે કરીશું તેવી લાગણી દુકાનદારો વ્યક્ત કરી રહ્યા છે.

પોલીસ પાસેથી નક્કર કામગીરીની આશા

આ બધા લોકોનું માનવું છે કે પોલીસે પોતે કોઈ એવી નક્કર કામગીરી કરવી જોઈએ જેથી આ પ્રકારના અસામાજિક તત્વો આ રીતે લોકોને ધમકાવવાની હિંમત ન કરી શકે. આ રીતે તેઓ જો લોકોને ધમકાવવવા માંગશે અને પોલીસનો ડર તેઓને જતો રહેશે તો પછી તેઓ એક ડગલું આગળ વધતાં ખંડણી માંગવાનું શરૂ કરી દેશે. હવે તંત્ર ખરેખર ઇચ્છતું હોય તો આવા તત્વોમાં ખરેખર એવો ડર બેસાડી દે કે આ તત્વો લોકોને રંજાડતા અટકે. લોકોએ તેમના રોજગાર અને ધંધા બંધ રાખવાની ફરજ ન પડે.


આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંકઃ સરદારનગરમાં સશસ્ત્ર ગુંડાઓ ઘર પર ત્રાટક્યા

આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, જાહેર રસ્તા પર મહિલાને માર માર્યો

આ પણ વાંચો: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર