Gujarat/ સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વેક્સિનનું ડ્રાય રન, રસી આપતા થાય છે 7 થી 8 મિનિટ

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં વેક્સિન આપતા સમયે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે સમગ્ર રાજયની સાથે જિલ્લામાં પણ મંગળવારે ડ્રાયરનનું આયોજન કરાયુ હતુ…

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિનેશનની કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં વેક્સિન આપતા સમયે કોઇ મુશ્કેલી ન સર્જાય તે માટે સમગ્ર રાજયની સાથે જિલ્લામાં પણ મંગળવારે ડ્રાયરનનું આયોજન કરાયુ હતુ. જિલ્લામાં ચાર સ્થળે પાંચ-પાંચ હેલ્થવર્કરોને રસી આપવાની મોકડ્રિલ કરાઇ હતી. જેમાં એક વ્યકિતને રસી આપવામાં 7 થી 8 મીનીટનો સમય લાગ્યો હતો.

વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા માટે રસીની શોધ થઇ ગઇ છે. રસીના ટ્રાયલ બાદ રસીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર રાજયમાં તા. 5ને મંગળવારે વેક્સિનેશન માટે ડ્રાયરનનું આયોજન કરાયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સૌ પ્રથમ હેલ્થ વર્કરોને રસી આપવાની હોવાથી મંગળવારે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ, જોરાવરનગર અર્બન સેન્ટર, વણા પીએચસી અને સોમાસર વેલનેશ સેન્ટરમાં વેક્સિનેશનનું ડ્રાયરન યોજાયુ હતુ. જેમાં પાંચ-પાંચ હેલ્થ વર્કરોને રસી આપવાની પ્રક્રિયાની મોકડ્રીલ કરાઇ હતી.

રસી આપવાના સમયે કોઇ મુશ્કેલી આવે તો તેનું કઇ રીતે નીવારણ કરવુ તે હેતુથી ડ્રાયરન યોજાઇ હતી. સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે.પરમાર, ડો.ચંદ્રમણીકુમાર, ડો. બી.કે.વાઘેલાના માર્ગદર્શન નીચે ડ્રાયરન કરાયુ હતુ. ડ્રાય રન દરમિયાન એક વ્યકિતને રસી આપવામાં 7 થી 8 મીનીટનો સમય લાગી શકે છે તેવુ બહાર આવ્યુ હતુ.

લખતર

લખતરના તાલુકાનાં વણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મંગળવારે WHO ના અધિકારી ડો.અરૂણની ઉપસ્થિતિમાં કોરોના વેક્સિનની ડ્રાય રન યોજવામાં આવી હતી. જેમાં ડો.સીંઘ, નરેશભાઈ, ડો.જયેશ રાઠોડ, ડો. હાર્દિક ઉપાધ્યાય હાજર રહ્યા હતા. જેમાં પાંચ હેલ્થવર્કરોને કોરોના વેક્સિન આપવાની કાર્યવાહીની મોકડ્રીલ કરાઇ હતી.

ડ્રાય રનની પ્રક્રિયા

વેક્સિન લેનારનું CO-WIN સોફ્ટવેરમાં નામાંકન થયુ હોય છે. તેને મોબાઇલમાં વેક્સિન લેવા અંગેની સંપૂર્ણ માહિતી સાથેનો મેસેજ મોકલાય છે. જેમાં પોતાનું ઓળખ પત્ર બતાવીને થર્મલગનથી ટેમ્પરેચર મપાવી, સેનેટાઇઝ થઇ કોરોના વેક્સિન મેળવવાની હોય છે. પ્રાથમિક તપાસ બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડી નિરીક્ષણ કરાશે. ત્યાર બાદ તકલીફ પડે તો વેકસીનેટરનો મોબાઇલ નંબર પણ અપાય છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો