ગઢડા ૧૦૬ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકીના વલ્લભીપુર ખાતે મધ્યસ્થ કાર્યાલય નુ પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ઉદધાટન કર્યુ હતું અને રાજયની ૮ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ નો ભવ્ય વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજયમાં ૮ વિધાનસભાની પેટા ચૂંટણી આગામી ૩ નવેમ્બરે યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો વચ્ચે સીધો જંગ થવાનો છે ત્યારે બંને પક્ષો દ્વારા મતદારોને મનાવવા જોરદાર ચુંટણી પ્રચાર શરૂ કર્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા ૧૦૬ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. જેમા કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી ના વલ્લભીપુર ખાતે મધ્યસ્થ કાર્યાલયનુ પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કર્યુ હતું. ત્યારે ધારાસભ્ય વિરજી ઠુમમર, કનુભાઈ બારૈયા, રાજેશ ગોહિલ સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
પ્રવિણ મારુ સહિતના જેટલા આગેવાનોએ પૈસા લઈને ગુજરાતની જનતા સાથે દ્રોહ કર્યો છે. તેને ગુજરાતની જનતા તમાચો મારશે. અને રાજયની ૮ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય ની હાર્દિક પટેલે આશા વ્યક્ત કરી હતી.
