રાજ્યમાં આજકાળ સંગીત સાથે જોડાયેલા સંગીતકરો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નામ ભાજપમાં જોડાઈ તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે ચર્ચા છે કે કચ્છી કોયલકંઠી ગીતા રબારી જોડાય શકે છે. આ ચાલી છવાયેલી ચર્ચા બાદ આ મામલે ગીતા રબારીએ પ્રતિક્રિયા આપી છે.
આપને જણાવીએ કે ગીતા રબારીએ જણાવ્યું છે કે, તે ભાજપમાં જોડાઈ નથી. તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જ છે. ઘણા વર્ષો બાદ આપણા દેશને સારા લોકો મળ્યા છે. જેથી દેશભરને પીએમ મોદીને સપોર્ટ કરવાની જરૂર છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, પીએમ મોદીના કામમાં હું સેવા આપુ છું અને આગામી દિવસોમાં પણ પીએમ મોદીના કામમાં સેવા આપતી રહીશ.
મહત્વનુ છે કે ગીતા રબારી દિલ્લીમાં પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ ચર્ચાઓ ચાલી રહી હતી કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ત્યાર બાદ તેમણે સીએમ વિજય રૂપાણીને પણ ગાંધીનગરમાં મળ્યા હતા ત્યાર બાદ ચર્ચાઓએ જોર પકડ્યુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
