Gujarat News/ ગુજરાતના વિકાસમાં દીકરીઓની ભૂમિકા મજબૂત, ₹1000 કરોડ સહાય સરકાર દ્વારા કરવામાં આવશે

ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વિતિય કાર્યકાળમાં વર્ષ 2024માં ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના શરુ કરવામાં આવી છે.

Gandhinagar Top Stories Gujarat
ગુજરાતમાં દીકરીઓને મળશે સપનાંની પાંખો

Gujarat News: ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના દ્વિતિય કાર્યકાળ ના આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા. આ ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં દીકરીઓના સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થયું છે. વર્ષ 2024માં આરંભ કરવામાં આવેલી ‘ નમો લક્ષ્મી’ યોજના હેઠળ ધોરણ 9 થી 12ની 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને અત્યાર સુધીમાં ₹1,000 કરોડથી વધુ રકમની નાણાકીય સહાય આપવામાં આવી છે. જોઈએ,  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં  દીકરીઓના શિક્ષણ માટેના શરુ થયેલા જ્ઞાનયજ્ઞની કેટલીક ઝલક.

ગુજરાત માં નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય કરવામાં આવશે.

ગુજરાતમાં વર્ષ 2024ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલી બે મહત્વપૂર્ણ યોજનાઓ

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વિતિય કાર્યકાળમાં વર્ષ 2024માં ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના’ યોજના શરુ કરવામાં આવી, જે લાખો દીકરીઓને શિક્ષણનો અણમોલ અવસર પૂરા પાડવાનો પ્રયાસ છે.

નમો લક્ષ્મી યોજના – 10 લાખથી વધુ છોકરીઓને સીધી સહાય

ગુજરાતમાં ‘ નમો લક્ષ્મી યોજના’ હેઠળ ધોરણ 9 થી 12ની 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને અત્યાર સુધીમાં ₹1,000કરોડથી વધુની સીધી નાણાકીય સહાય અપાઈ છે. આ મદદથી દીકરીઓમાં શિક્ષણ માટેનો ઉત્સાહ વધ્યો છે.

ગુજરાત માં નમો લક્ષ્મી યોજના' હેઠળ ધોરણ 9 થી 12ની 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓ

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, વિજ્ઞાન ક્ષેત્રમાં દીકરીઓ માટે ગેમ-ચેન્જર

ગુજરાતમાં દીકરીઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ‘ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ‘ નો શુભારંભ કરાયો. આ યોજના હેઠળ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર 1.50 લાખથી વધુ વિદ્યાર્થીની ઓને બે વર્ષ માટે ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અત્યારસુધી ₹161 કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી.

મુખ્યમંત્રીનું મિશનપોષણ અને શિક્ષણથી  શક્તિશાળી ભવિષ્ય

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનને તાજેતરની ચિંતન શિબિરમાં પણ પોષણ અને શિક્ષણની સુધારણા માટે તાકીદ કરી હતી. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી માટેના વિઝનને ભૂપેન્દ્રભાઈ મિશનરૂપે સાકાર કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વધુ 11 વિકાસશીલ તાલુકા જાહેર કર્યા, વાર્ષિક 3 કરોડની ગ્રાન્ટ મળશે

આ પણ વાંચો:શિક્ષણ મંત્રી  ડૉ પ્રદ્યુમ્ન વાજાએ અમદાવાદ સ્થિત i-Hubની મુલાકાત લઈ યુવા આંન્ત્રપ્રિન્યોર્સ સાથે સંવાદ કર્યો

આ પણ વાંચો:વિદ્યાર્થીઓ માટે નોબેલ પ્રાઈઝ પ્રેરણા: GUJCOST અને IITEનું અનોખું વિજ્ઞાન અભિયાન