Gandhinagar News: વૈશ્વિક સ્તરે સર્વોચ્ચ નાગરિક સન્માન તરીકે ઓળખાતો નોબેલ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેમના કાર્યથી સમાજ માટે અર્થપૂર્ણ પ્રગતિ થાય છે. તે આપણા નવીન વિચારો વાસ્તવિક પરિવર્તન લાવી શકે છે. આ વર્ષે 14 નોબલ લૉરીએટને તેમની સિદ્ધિઓ માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે જેણે માનવજાતને સૌથી વધુ લાભાન્વિત કરી છે.
નોબેલ પુરસ્કાર ગેલેરીનું નિર્માણ
GUJCOST એ તેના રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ (RSCs) ખાતે નોબેલ પુરસ્કાર ગેલેરીનું નિર્માણ કરેલ છે, જેમાં RSC પાટણ ખાતે રસાયણશાસ્ત્ર પર નોબેલ પ્રાઈઝ ગેલેરી, RSC રાજકોટ ખાતે ભૌતિકશાસ્ત્ર પર નોબેલ પ્રાઈઝ ગેલેરી તથા RSC ભાવનગર ખાતે મેડિસિન પર નોબેલ પ્રાઈઝ ગેલેરી તેમજ ભુજ ખાતે ફિલ્ડ્સ મેડલ ગેલેરી આવેલી છે. આ ગેલેરીઓ મુલાકાતીઓને નોબેલ પારિતોષિક વિજેતાની સિદ્ધિઓના નોંધપાત્ર ઈતિહાસ અને માનવતા પર તેમની દૂરગામી અસર સાથે જોડવા માટે બનાવવામાં આવી છે.

GUJCOST દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગર ખાતે એક વિશેષ આવર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, અને સમકક્ષ કાર્યક્રમો GUJCOST હેઠળ આવેલ તમામ રીજનલ સાયન્સ સેન્ટર્સ (RSCs)માં યોજાયા હતા.
વિસ્તૃત ભાગીદારી અને પહોંચ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમનું લાઇવ-સ્ટ્રીમ GUJCOST ના 4 રીજીયોનલ સાયન સેંટર્સ, તમામ 33 જિલ્લા સમુદાય વિજ્ઞાન કેન્દ્રો (CSCs) અને દેશભરના રાજ્ય S&T કાઉન્સિલોમાં કરવામાં આવ્યું હતું.
આ આઉટરીચ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય લોકો માટે વિજ્ઞાનને વધુ રોમાંચક અને સુલભ બનાવવા માટે રચાયેલ હતો. આ પ્રોગ્રામમાં વિષય નિષ્ણાતો સાથે ઇન્ટરેક્ટિવ સેશન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું.

ડૉ. સંજય ઠાકર, ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, એમ. એન. શુક્લા કોલેજ ઓફ એજ્યુકેશન ; આકાશ પ્રજાપતિ, સિનિયર સાયન્સ શિક્ષક, પાટણ; ડૉ. રંજન ખંત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ; ડૉ. રામવતાર મીના, સીનિયર પ્રિન્સિપલ સાયન્ટીસ્ટ, CSMRI, ભાવનગર અને ડૉ. જ્યોતિન્દ્ર ભટ્ટ, પ્રોફેસર, KSKV કચ્છ યુનિવર્સિટીએ કેમિસ્ટ્રીમાં નોબેલ પારિતોષિક વિજેતાઓના રીસર્ચના કાર્ય પર ચર્ચા કરી હતી.
ડૉ. અનઘ ભૌમિક, પ્રોફેસર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર; ડૉ. દર્શન વ્યાસ, વડા, ફિઝિક્સ વિભાગ, એચ.એન.જી.આર. યુનિવર્સિટી; દિવ્યા નરસિંહ પંચોતિયા, સહાયક પ્રોફેસર (ફિઝિક્સ), સરકારી એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ; ડૉ. એન. કે. ભટ્ટ, પ્રોફેસર અને વડા, ફિઝિક્સ વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી; પ્રોફ. પ્રદીપસિંહ જાડેજા, ફિઝિક્સ વિભાગ, આર. આર. લાલન કોલેજ, ભુજે ફિઝિક્સ ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક વિજેતાઓના રીસર્ચના યોગદાનને હાઈલાઇટ કર્યું. હતુ.
ડૉ. રાકેશ રાવલ, ડીન, મેડિકલ બાયોટેકનોલોજી વિભાગ, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગાંધીનગર; ડૉ. સોનલ અગ્રવાલ, એમ.ડી. મેડિસિન, જીએમઇઆરસી, પાટણ; ડૉ. ભૌતિક મોદી, સહાયક પ્રોફેસર, કોમ્યુનિટી મેડિસિન વિભાગ, એઆઈઆઈએમએસ રાજકોટ; ડૉ. ચિન્મય શાહ, ડીન, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર; ડૉ. વિનય ઠાકર, એમડી મેડિસિન, ફિજિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીતનારા વૈજ્ઞાનિકો દ્વારા મેળવાયેલા મહત્વપૂર્ણ પ્રગતિઓ પર વિસ્તૃત માહિતી આપી હતી.
ડૉ. આર.સી. પટેલ, વાઈન્સ ચાન્સલર, IITE, ગાંધીનગર; ડૉ. નરોત્તમ સાહુ, સલાહકાર અને સભ્ય સચિવ, GUJCOST અને ડૉ. પ્રેરણા શેલાત, ડિરેક્ટરશ્રી, સેન્ટર ઓફ એજ્યુકેશન, IITE આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં અને વિદ્યાર્થીઓમાં નવિનતા લાવવાની અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરિત કર્યા.
આ કાર્યક્રમમાં GUJCOST દ્વારા બનાવેલ નોબેલ પુસ્તિકાનું વિમોચન કરેલ હતું, જે આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાના રીસર્ચને સામાન્ય ભાષામાં સમજાવે છે. આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે આકર્ષક બની રહી હતી. જે આવનારી પેઢીઓને માનવતાની પ્રગતિ માટે જ્ઞાન મેળવવા માટે પ્રેરિત કરે છે. તદુપરાંત, GUJCOST દ્વારા નોબેલ બોક્સ પણ બનાવેલ હતા, જેમાં રસપ્રદ કાર્ડ્સ હતા, જેના થકી વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે ગમ્મત કરતાં નોબેલ પુરસ્કાર વિજેતાઓના કાર્યને સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકે.
નોબેલ પારિતોષિક એ સર આલ્ફ્રેડ નોબેલનો અમુલ્ય વારસો છે, જેણે અન્ય કોઈ વૈજ્ઞાનિક પુરસ્કાર કરતાં વર્તમાન સમયમાં વૈશ્વિક રીતે સર્વશ્રેષ્ઠ પુરસ્કાર તરીકે માન્યતા પ્રાપ્ત છે.
આ પણ વાંચો:જી.ટી.યુ.ખાતે બૌદ્ધિક સંપદા અધિકારો પર 6-દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો
આ પણ વાંચો:ડેરોન એસેમોગ્લુ, સિમોન જોહ્ન્સન અને જેમ્સ એ. રોબિન્સનને અર્થશાસ્ત્રમાં મળ્યો નોબેલ પુરસ્કાર

