Gandhinagar News/ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના ખેડુતોને રૂ. 2,430 કરોડની સહાય ચૂકવાઈ: જીતુ વાઘાણી

જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના 68,787 ખેડૂતોને રૂ. 246.70 કરોડની સહાય ચૂકવાઇ

Gandhinagar Gujarat
ખેડુતોને રૂ. 2430.75 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી

Gandhinagar News : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે સંદર્ભે કૃષિ રાહત પેકેજ અંગે પ્રેસ-મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં 11,12,585 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂ. 3320.89 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી કુલ 7,98,972 ખેડુતોને રૂ. 2430.75 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં રૂ. 10 હજાર કરોડ કરતાં વધુનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ 30,71,846 ખેડુતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાં આજદિન સુધીમાં તબક્કાવાર કાર્યવાહી કરી કુલ 20,81,122 અરજીઓ મંજુર કરવામાં આવી છે.

આ ઉપરાંત ઓગષ્ટ-સપ્ટેમ્બર 2025માં ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં થયેલા પાક નુકશાન સામે સહાય મેળવવા કુલ 2,28,376ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી કુલ1,72,165 અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 91,589 ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કુલ રૂ. 311.87 કરોડ ઓનલાઇન બીલો તૈયાર કરી દેવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 68,787 ખેડૂતોને રૂ. 246.70કરોડની સહાય ચૂકવવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

પ્રવક્તા મંત્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, આજદિન સુધીમાં રાજ્યના કુલ 3,79,367 ખેડૂતો પાસેથી રૂ. 6049.15કરોડના મૂલ્યની 8,41,494.90 મે.ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરવામાં આવી છે અને 1,47,017 ખેડૂતોને રૂ.2376.45 કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત MLA હિતુ કનોડિયા દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ

આ પણ વાંચો: રાજ્યનાં મંત્રી ગણપતસિંહ વસાવાએ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના વિશે કર્યા માહિતગાર

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાથી થયેલ નુક્સાનને લઈને ખેડૂતો માટે રાજય સરકારે રૂ.240 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું