Gujarat News/ ગુજરાત વિધાનસભામાં શ્રમ વિધેયક 2026 પાસ, કામદારો માટે મોટા ફેરફાર

ગાંધીનગરમાં (Gujarat) શ્રમ અને રોજગાર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સુધારા લાવતું શ્રમ, રોજગાર સેવા વિધેયક 2026 વિધાનસભામાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું છે. આ વિધેયકથી ઉદ્યોગોને રાહત મળશે અને મહિલાઓને રોજગારની વધુ તક મળશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gujarat Assembly passed

ગાંધીનગરમાં ગુજરાત  વિધાનસભામાં (Gujarat) નવમા અહેવાલને બહુમતી સાથે મંજૂરી આપવામાં આવી છે. આ દરમિયાન શ્રમ, રોજગાર સેવા વિધેયક 2026 પણ રજૂ કરવામાં આવ્યું, જેનાથી કામદારો તેમજ ઉદ્યોગો બંને માટે મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થશે. આ વિધેયક શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભામાં રજૂ કર્યું હતું.

નવા કાયદા હેઠળ કામદારોના રજીસ્ટ્રેશન અંગે મહત્વપૂર્ણ ફેરફાર

આ નવા કાયદા હેઠળ કામદારોના રજીસ્ટ્રેશન અંગે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 10 કામદારો હોય ત્યારે રજીસ્ટ્રેશન ફરજિયાત હતું, હવે આ મર્યાદા વધારીને 20 કામદારો કરવામાં આવી છે. આથી નાના ઉદ્યોગોને પ્રશાસનિક પ્રક્રિયામાં રાહત મળશે અને તેઓ સરળતાથી વ્યવસાય ચલાવી શકશે.

કામકાજના સમયગાળામાં પણ ફેરફાર

કામકાજના સમયગાળામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ રોજના 9 કલાક કામ લેવાતું હતું, હવે નવા વિધેયક હેઠળ રોજ 10 કલાક કામ લઈ શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ બદલાવથી ઉદ્યોગોને ઉત્પાદન વધારવામાં મદદ મળશે, જ્યારે કામદારોને વધુ આવક મેળવવાની તક મળશે.

ઓવરટાઈમ બાબતે પણ મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ ત્રણ મહિનામાં 144 કલાક સુધી ઓવરટાઈમ આપી શકાય છે. આ જોગવાઈ ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત ઉદ્યોગો માટે ફાયદાકારક સાબિત થશે.

Gujarat: મહિલાઓના રોજગારને પ્રોત્સાહન

મહિલાઓના રોજગારને પ્રોત્સાહન આપવા માટે પણ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હવે મહિલાઓ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરી શકશે. જો કે, તેમના માટે સુરક્ષા મહત્વપૂર્ણ હોવાથી ઉદ્યોગોને મહિલાઓ માટે વાહન વ્યવહારની વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. આ પગલું મહિલાઓને વધુ સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.

Gujarat: નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટા ફાયદા મળશે

સરકારનું માનવું છે કે આ વિધેયકથી નાના અને મધ્યમ ઉદ્યોગોને મોટા ફાયદા મળશે. કામકાજમાં લવચીકતા વધશે, ઉત્પાદન ક્ષમતા સુધરશે અને રોજગારની નવી તકો ઊભી થશે. સાથે સાથે મહિલાઓને પણ વધુ રોજગાર તક મળશે, જેથી તેઓ વધુ સક્ષમ બની શકે અને સમાજમાં પગભર બની શકે.

શ્રમ અને રોજગાર સેવા વિધેયક 2026 રાજ્યના (Gujarat) ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સુધારો ગણવામાં આવી રહ્યો છે. સરકારનું લક્ષ્ય છે કે રાજ્યમાં રોકાણ વધે, ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને કામદારોના હિતોને સુરક્ષા સાથે નવી તકો આપવામાં આવે.


આ પણ વાંચો:અમરેલીના ગરણી ગામ ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, રસોડું તૂટી પડ્યું

આ પણ વાંચો:ગાંધીનગરમાં અકસ્માત : રિક્ષા નદીમાં ખાબકતા ચાલકનું મોત

આ પણ વાંચો: ગુજરાતમાં SIR બાદ અંતિમ મતદારયાદી જાહેર, 4.40 કરોડ મતદારો નોંધાયૉ