ગુજરાતમાં વિધાનસભા ઇલેક્શનને લઇને ચારેતરફ રંગ જામ્યો છે. એક પછી એક તમામ પક્ષ પોતના ઉમેદવારની યાદી જાહેર કરી રહ્યાં છે. તો બીજી બાજુ ટિકિટ ના મળતા ઉમેદવારો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાય રહ્યાં છે. વિધાનસભા ચૂંટણી જંગ ખરાખરીનો ખેલ બની રહ્યોં છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધી મહિલા ઉમેદવારની સ્થિતી કેવી રહી છે તે જાણવું ચોક્કસથી રસપ્રદ રહેશે.
સીટોનું સીમાંકન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કુલ 33 જિલ્લામાંથી કુલ 182 બેઠકો હતી. ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે 1962માં વિધાનસભામાં કુલ 154 બેઠકો હતી. જેમાં નવા સીમાંકન કર્યા બાદ 1967માં કુલ 168 બેઠકો થઇ. ત્યાર પછી નવા ફેરફારો થયા અને 1975માં કુલ 182 બેઠકો થઇ. જે વર્તમાન સમયમાં પણ યથાવત છે.
ગુજરાત વિધાનસભાની 1962થી લઇને 2017 સુધીની ચૂંટણીમાં 111 મહિલાઓ જીત મેળવીને ધારાસભ્ય બની છે. ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ હોય 1962થી 2017 સુધી વિધાનસભા ચૂંટણીમાં કુલ 678 મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવી હતી. જ્યારે આ વર્ષે મહિલા ઉમેદવારને વધૂ પ્રાધાન્ય આપી તમામ પક્ષ ટિકિટની વહેંચણી કરી રહ્યાં છે.
તમામ મહિલાઓ કોગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી

1962 માં કુલ 152 સીટ પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં 19 મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી 11 મહિલાઓ વિજેતા બની હતી. નોંધનીય છે કે વિજેતા થનાર તમામ મહિલાઓ કોગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી હતી. 1962માં વઢવાણ, જામનગર, વિસાવદર, મહેસાણા, બાલાસિનોર, દોહાદ, ડભોઇ, ઝગડીયા, મહુવા, સુરત શહેર દક્ષિણ, બુલસર સીટ પરથી મહિલાઓ ચૂંટણીમાં વિજેતા બની હતી.
વિધાનસભાની 163 સીટ પર મતદાન
રાજ્યમાં 1967ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જેમાંથી 8 મહિલઓ વિજેતા બની હતી. અંજાર, ટંકારા, લાઠી, વિસનગર, ઝોલોદ, માતર, ચોર્યાસી, ચીખલી વિધાનસભા સીટ પરથી મહિલાઓનો વિજય થયો હતો. તે સમય દરમિયાન વિધાનસભાની 163 સીટ પર મતદાન થયુ હતુ.
ત્રીજી વિધાનસભામાં એક માત્ર મહિલા વિજેતા

1972ની વાત કરીએ તો વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષ દ્વારા 21 મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવી. જેમાં ચૂંટણી દરમિયાન 1 મહિલા વિજેતા બની હતી. જ્યારે 6 મહિલા ઉમેદવારોની ડીપોઝિટ જપ્ત થઇ હતી. 1972ની વિધાનસભા ચૂંટણીમાં કારંજ એસી સીટ પરથી કોગ્રેસમાંથી પાર્વતીબેન રાણા વિજેતા બન્યા હતા. ત્રીજી વિધાનસભામાં એક માત્ર મહિલા ધારાસભ્ય તરીકે પાર્વતીબેન રાણા જ હતા. ગુજરાત વિધાનસભાની આ એક માત્ર ઘટના છે જેમાં એક જ મહિલા વિજેતા બન્યા હતા.
1975માં 14 મહિલાઓ ઉમેદવારી કરી
વર્ષ 1975માં વિધાનસભા ચૂંટણીમાં 14 મહિલાઓએ ઉમેદવારી કરી હતી. જેમાંથી સોમનાથ, જુનાગઢ અને બાલાસિનોર સીટ પર મહિલાઓ વિજેતા બની હતી. જ્યારે 6 મહિલાઓને પોતાની ડિપોઝિટ ગુમાવી હતી.
1980માં 24 મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવી
વર્ષ 1980નીમાં રાજ્યની દસાડા, સોજીત્રા, ચોર્યાસી, દ્વારકા, સાબરમતી સીટ પરથી મહિલા ઉમેદવાર વિજેતા બન્યા હતા. આ વિધાનસભા ચૂંટણી દરમિયાન 24 મહિલાઓને ટિકિટ મળી હતી. જેમાં 5 સીટ પર મહિલાઓનો વિજય થયો હતો. જ્યારે 14 મહિલાઓએ ડિપોઝિટ ગુમાવવી પડી હતી.
16 વિધાનસભા સીટ પરથી મહિલાઓ વિજેતા

1885ની વિધાનસભા ચૂંટણીમાં 42 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી, જેમાં દસાડા, રાજકોટ, બાલાસિનોર, ઠાસરા, ઉમરેઠ, સોજીત્રા ડભોઇ, સુરત ઉત્તર, સુરત દક્ષિણ, ચીખલી, પોરડી સહિત 16 વિધાનસભા સીટ પરથી મહિલાઓ વિજેતા બની હતી. ઉલ્લેખનીય છે કે આ તમામ મહિલાઓ કોગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી હતી.
16 મહિલાઓનો જ થયો હતો વિજય
1985ની વિધાનસભા ચૂંટણીમાં 42 મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવી હતી. જેમાં 16 મહિલાઓનો વિજય થયો હતો. આ વિધાનસભામાં દસાડા, રાજકોટ, બાલાસિનોર, ઠાસરા, ઉમરેઠ, સોજીત્રા ડભોઇ, સુરત ઉત્તર, સુરત દક્ષિણ, ચીખલી, પોરડી વિધાનસભા સીટ પરથી મહિલાઓ વિજેતા બની હતી. આ તમામ મહિલાઓ કોગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી લડી હતી અને વિજેતા બની હતી.
મહિલાઓને ટિકિટની ફાળવણીમાં વધારો
સમયની સાથે સાથે મહિલાઓને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની ફાળવણીમાં વધારો થઇ રહ્યો હતો. માટે જ 1990ના વર્ષમાં 53 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જો કે દુર્ભાગ્ય વશ માત્ર ચાર મહિલાઓ જ વિજયી બની હતી. જેમાં કુતિયાણા, માંગરોળ, દેવગઢ બારીયા, કામરેજ સીટ પર મહિલાઓનો દબદબો જોવા મળ્યો. જ્યારે 39 મહિલાઓએ ડિપોઝીટ ગુમાવી હતી.
પરિણામે ચોંકાવ્યા

1995માં 94 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ચોંકાવનારું હતું. 94 મહિલાઓમાંથી માત્ર બે જ મહિલાઓનો વિજય થયો હતો. જેમાં માગરોલ અને રાજકોટની ગ્રામિણ વિધાનસભા સીટનો સમાવેશ થાય છે. જ્યાંથી બે મહિલાઓએ જીત મેળવી હતી. 84 મહિલાઓએ એ સમયે ડિપોઝીટ ગુમાવી પડી હતી.
પછીના ઇલેક્શમાં મહિલા ઉમેદવારી ઘટી
1995ની અસર કહો કે પછી ગમે તે કારણ હોય પરંતુ જ્યારે 1998માં ઇલેક્શન થયું, તે સમયે 49 મહિલાઓના ફાળે ટિકિટ આવી હતી. અને ત્યારે પણ માંડલ, નરોડા, પાલનપુર અને દેવગઢ બારિયા એમ માત્ર ચાર સીટ પર જ મહિલાઓ વિજયી બની હતી. આ ચાર સીટમાં ત્રણ સીટ ભાજપની અને એક કોંગ્રેસના ફાળે ગઇ હતી.
2002માં 37 મહિલાઓને ટિકિટ
વર્ષ 2002ની વાત કરીએ તો 37 મહિલાઓને ટિકિટ ફાળવવામાં આવી હતી. આ વિધાનસભામાં 16 મહિલા ઉમેદવાર વિજેતા બની જેમાં 4 મહિલા ઉમેદવાર કોગ્રેસ મેન્ડેટ પર ચૂંટાઇ આવી જ્યારે 12 મહિલાઓ ભાજપના મેન્ડેટ પર વિજેતા બની હતી. અંજાર, વાકોનેર, જેતપુર, જામનગર, માગરોલ, નરોડા, પાટણ, મેઘરજ, વાઘરા, સુરત દક્ષિણ, ચીખલી, ખેરાલુ સીટ પર મહિલાઓનો દબદબો રહ્યો હતો.
ભાજપમાંથી 15 મહિલાઓ વિજેતા

2007ની વિધાનસભા ચૂંટણીમાં 16 મહિલાઓમાંથી 15 મહિલાઓ ભાજપમાંથી ચૂંટણી લડીને વિજેતા બની હતી. જ્યારે 1 મહિલા કોગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બની હતી. અંજાર, વઢવાણ, જેતપુર, રોજકોટ ગ્રોમિણ, જામનગર, કેશોદ, તળાજા, ભાવનગર ઉત્તર, સાબરમતી, નરોડા, જોટાણા, પાટણ, લીમખેડા, આણંદ, કામરેજ, પારડી વિધાનસભા સીટ પરથી મહિલાઓ વિજેતા બની હતી.
97 મહિલાઓને ટિકિટ
વર્ષ 2012માં ફરી એક વખત મહિલાઓને ટિકિટ ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો. તે સમયે 97 મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં 16 મહિલાઓનો વિજય થયો હતો. ચૂંટણીમાં જીત મેળવનાર મહિલાઓમાં 4 મહિલાઓ કોગ્રેસમાંથી ચૂંટણી લડીને વિજેતા બની હતી જ્યારે 12 મહિલા ભાજપમાંથી ચૂંટણી લડી વિજેતા બની હતી. આ વિધાસભા ચૂંટણીમાં ભુજ, દહેગામ, વિરમગામ, ઘાટલોડિયા, નરોડા, વઢવાણ, રાજકોટ ગ્રામિણ, જામનગર દક્ષિણ, ખંભાળીયા, મહુવા, તળાજા, ભાવનગર ઇસ્ટ, મોડવા હડપ, ગરબાડા, વડોદરા શહેર, લીંબાયત સીટ પરથી મહિલાઓ વિજેતા બની હતી.
સૌથી વધૂ 126 મહિલા ઉમેદવારને ટિકિટ અપાઇ

ગત વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2017માં 126 મહિલા ઉમેદવારને ટિકિટ મળી હતી. જેમાં 13 મહિલા વિજેતા બની હતી. સૌથી વધુ ભાજપમાંથી મહિલા ઉમેદવાર વિજેતા બની હતી. ભુજ, ગાંધીધામ, ઉંઝા, ગોડલ, ભાવનગર ઇસ્ટ, ગરબાડા, વડોદરા શહેર, લીંબાયત, ચોર્યાસી, અકોટા, કાલોલ, વાવ, રાપર, વિધાનસભા સીટ પરથી મહિલાઓ વિજેતા બની હતી. આ વિધાનસભામાં 13માંથી 4 મહિલા ઉમેદવાર કોગ્રેસમાંથી વિજેતા બની હતી.
2022 વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો આ વખતે માહોલ બિલકુલ જુદો જ છે. કોંગ્રેસ હોય કે બીજેપી તમામ પક્ષ પોતાના ઉમેદવારોમાં મહિલાઓને પ્રાધાન્ય આપી રહ્યાં છે. જો કે તમામ લીસ્ટ હજુ સુધી ડિકલેર થયા નથી માટે ગત ઇલેક્શનની સરખામણીમાં આ વર્ષે મહિલા ઉમેદવારોને ફાળે કયા પક્ષમાંથી કેટલી ટિકિટ આવે છે તે કહેવું તો શક્ય નથી. પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે હવેના સમયમાં ગુજરાતમાંથી મહિલાઓનું રાજકારણમાં આગળ વધવું ધીમે ધીમે ગતિવંત બન્યું છે. જો કે ઉપરના આંકડા પર નજર નાંખીએ તો એ વાત પણ નજરઅંદાજ કરવા જેવી નથી કે મહિલાઓને ટિકિટ તો ફાળવવામાં આવે છે. પરંતુ મતદારોનો મૂડ જુદો જ હોય છે. જોઇઅ હવે આ વખતે વિધાનસભામાં મહિલાઓનું વર્ચસ્વ કેવુ રહે છે.

વર્ષ મહિલા ઉમેદવાર વિજેતા
- 1662 19 11
- 1967 14 8
- 1972 1 1
- 1975 14 3
- 1980 24 5
- 1985 42 16
- 1990 53 4
- 1995 94 2
- 1998 49 4
- 2002 37 12
- 2007 88 16
- 2012 97 16
- 2017 126 13
