Gujart Rain News: રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. છેલ્લા બે દિવસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મોરબીના ટંકારામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. અમદાવાદ, સાબરકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદના કારણે છેલ્લા બે દિવસમાં નદીઓમાં નવા નીર આવતા જળાશયો ભરાઈ ગયા છે અને ડેમ ઓવરફલો થઈ રહ્યા છે. આજે સવારથી રાજ્યમાં અનેક સ્થાનો પર ધોધમાર વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદનું જોર રહેશે. ગુજરાતમાં વરસાદને કારણે ઘણી ટ્રેનોને અસર થઈ છે. છેલ્લા 48 કલાકમાં રેલ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
Weather Update:
ગુજરાતમાં વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે વાત કરી હતી. ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કેન્દ્રએ સેનાની 6 ટુકડીઓ ગુજરાતમાં મોકલી છે. આ ટુકડીઓને વડોદરા અને દ્વારકા સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓને સ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. NDRF, SDRF અને કોસ્ટ ગાર્ડની મદદથી અત્યાર સુધીમાં 1,653 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સિવાય સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં 17,800 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદ
અમદાવાદના ગોદરેજ ગાર્ડનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે.
#WATCH | Gujarat: Heavy rains trigger severe waterlogging in Ahmedabad's Godrej Garden City area, normal life affected. pic.twitter.com/Re5GCkl8QD
— ANI (@ANI) August 27, 2024
સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે વાત કરી
ગુજરાતમાં વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓને સ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
ભરૂચ
ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતાં દ્રશ્યો જોવા મળ્યા છે. નર્મદા નદી બે કાંઠે વહેતી આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે.
અહીં જુવો આકાશી દ્રશ્યો સાથે આ નજારો… જણાવી દઈએ કે, જંબુસરના 150 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મકાનમાં પાણી ભરાયાસમાચાર પ્રાપ્ત હોવાના થયા છે.
ગુજરાતના આ વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે
હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 5 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. વડોદરામાં પાણી ભરાવાને કારણે સાવચેતીના પગલારૂપે કેટલાક વિસ્તારોમાં વીજળી કાપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. કચ્છ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી અને વલસાડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં વરસાદથી ઘણી ટ્રેનોને અસર થઈ છે
ગુજરાતમાં વરસાદને કારણે ઘણી ટ્રેનોને અસર થઈ છે. છેલ્લા 48 કલાકમાં રેલ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. વરસાદને કારણે પશ્ચિમ રેલવે (WR) સૌથી વધુ પ્રભાવિત થઈ છે. તેમાં વડોદરા વિભાગ દ્વારા પસાર થતી અને સંચાલિત ટ્રેનો છે. મંગળવારે કુલ 12 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 5ને અધવચ્ચે અટકાવવામાં આવી હતી. જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં ગોધરા-વડોદરા મેમુ (09392) અને વડોદરા-અમદાવાદ ટ્રેન નંબર 09373નો સમાવેશ થાય છે.
આણંદ
કલેકટર પ્રવીણ ચૌધરીએ વરસાદની સ્થિતિને લઈને ગામોને એલર્ટ કરી જરૂરી વગર બહાર ના જવા સૂચના આપી. ખેડાના વણાંકબોરી ડેમમાં પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમમાં છોડાયું પાણી. 4 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયુ. આણંદ જિલ્લા નાં આંકલાવ બોરસદ ઉમરેઠ અને આણંદ તાલુકા નાં 26 ગામો મહીસાગર નદી કિનારે આવેલ છે. આણંદ કલેકટર પ્રવીણ ચૌધરી એ 26 ગામો નાં તલાટી અને સરપંચઓ ને સતર્ક રહેવા આપી સૂચના વાસદ બ્રિજ પાસે મહીસાગર નદી મા પાણી ની આવક વધતા લોકો બંને કાંઠે વહેતી નદી નાં નીર જોવા ઉમટ્યા.
મોરબી
મોરબી વાંકાનેરમાં અનરાધાર 22ઈંચ વરસાદ ખાબકયો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ગત રાત્રે પણ આખી રાત વરસ્યો ધોધમાર વરસાદ પડયો. વિશાળ જળસ્ત્રોત મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો છે. શહેરનાં વિશીપરા, મિલ કોલોની વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા જન જીવન અસ્ત વ્યસ્ત થયું. શહેર મધ્યે આવેલ પાતાળેશ્વર મંદિર પાણીમાં ડૂબ્યું. મચ્છુ નદી, પાતળીયા નદી, અસોઈ નદી બે કાંઠે વહી રહી છે. કાનપર, પાજ ગામે તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ. તંત્ર દ્વારા સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી.
રાજકોટ
રાજકોટમાં ભારે વરસાદને લઈને લોકોને એલર્ટ કરાયા છે. વરસાદને લઈને કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે આજે સવારે ૬ વાગ્યા થી ૧૧ વાગ્યા સુધી 8 ઇંચ વરસાદ પડ્યો. ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસતા અંદાજિત 670 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. કેટલાક લોકોને સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા. વરસાદે આતંક મચાવતા અંદાજે 65 જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વૃક્ષો રસ્તા પર પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે વૃક્ષોને રસ્તા પરથી દૂર કરાયા. વરસાદના આતંકને લઈને લોકોને મુશ્કેલીમાંથી બચાવવા SDRF અને ફાયર વિભાગની ટીમ સતત ખડે પગે છે. કમિશનરે નાગરિકોને ઇમરજન્સી સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. રાજકોટમાં ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે.
રાજકોટના ધોરાજીના નાની પરબડી ગામમાં વરસાદ ખાબક્યો. રાત થી અત્યાર સુધી કુલ 9 ઇંચ વરસાદ નોંધાયો. ગામમાંથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડા પુર જેવી સ્થિતિ. ફુલઝર નદી બે કાંઠે વહેતી થઈ. નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા. જૂનાગઢ તરફ જવામાં વાહન ચાલકોને હાલાકી. નાની પરબડીથી 18 ગામને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો.
કચ્છ
ભારે વરસાદના કારણે પૂર્વ કચ્છ સામખિયાળી માળિયા હાઇવે બંધ કરાયો. મચ્છુ ડેમના 32 જેટલા દરવાજા ખોલતા માર્ગ બંધ કરાયો. અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ ડાયવર્ટ આપવામાં આવ્યું. અમદાવાદ- રાજકોટ જામનગરના વાહનોને ડાયવર્ઝન. વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ઝન અપાયું. ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ. ચાલુ વરસાદ દરમિયાન પૂર્વ પોલીસની કામગીરી. સામખિયાળી માળિયા હાઇવે પર પોલીસ કાફલો તૈનાત કરાયો. નાના-મોટા તમામ વાહનને હાલ થોભી જવા સુચના આપી.
ગાંધીનગર
ગાંધીનગરમાં વરસાદના કારણે સંત સરોવર છલકાયું છે. વરસાદી પાણી ભરાતા સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ. ડેમમાં પાણીની આવક થતા સાબરમતી નદી પટમાં નીર જોવા મળ્યા. ગઈકાલે ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. આજે વધુ બે દરવાજા ખોલી નાખવાનો થયો નિર્ણય. ડેમમાં પાણીની આવક થતા વાતાવરણ બન્યું નયનરમ્ય. વરસાદની બેટિંગથી ઉપરવાસમાંથી આવ્યું વરસાદી પાણી.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં પાંચ ડેમો ઓવરફ્લો થયા. નાયકા ડેમ, ધોળી ધજા, ત્રિવેણી ઢાંગા ડેમ ઓવરફ્લો થયો. વાંસલ ડેમ અને મોરસલ ડેમ પણ ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતાં નદીઓમાં પાણી આવ્યા. લોકોને નદીના પટ્ટમાં ન નીકળવા કરી અપીલ. નાયકા ડેમમાં 10 ગેટ 5 ફૂટ ખોલવામાં આવ્યા. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ, ભોગાવો નદી બે કાંઠે વંહેતી થઈ.
મહેસાણા
મહેસાણાના ખેરાલુમાં 70 મી.મી વરસાદ નોંધાયો. હાલમાં ઝરમર ઝરમર વરસાદ ફરી ચાલુ થયો. ખેરાલુમાં સિઝનનો વરસાદ 507 મી.મી નોંધાયો. જયારે ઊંઝામાં પણ રાત્રિ દરમ્યાન ભારે વરસાદનું જોર જોવા મળ્યું. રાત્રિ દરમ્યાન 83 MM વરસાદ ખાબક્યો. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયાં. મહિલા કોલેજ રોડ વિસ્તારમાં પાણી ભરાયા.

સાબરકાંઠા
સાબરકાંઠામાં સતત બીજા દિવસે વરસાદ યથાવત જોવા મળ્યો. હિંમતનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ભારે વરસાદને પગલે માર્ગ પરના વૃક્ષો ધરાશાયી થયા. સગુન અને કર્ણાવતી સોસાયટી પાસે પાણી ભરાયા. ઘુટણસમાં પાણી ભરાવાને લઇ સ્થાનિકો પરેશાન થયા. માર્ગ પર વૃક્ષો ધરાશાયી થતા વાહનો અટવાઈ ગયા.
તંત્રના પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા. સ્થાનિકોની રજૂઆતો છતાં પણ પાણીનો નિકાલ નહિ. સાબરકાંઠાના ઈડરમાં આવેલી કરોલ નદી બે કાઠે થઈ. ચોટાસણ ગામ પાસે આવેલી કરોલ નદી બે કાંઠે વહેતી થઈ. સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો, પશુપાલકોમાં ખુશી જોવા મળી. ઉપરવાસમાં વરસાદ થતા નદીનાળાઓ છલકાયા.
વડોદરા
વડોદરામાં સાવલીના પીલોલ ગામમાં પાણી ભરાયા. વિશ્વામિત્રી નદીના પાણી પીલોલ ગામમાં ફરી વળ્યા. રસ્તા ઉપર ઘુટણસમા પાણી ભરાયા. વિશ્વામિત્રીમાં પાણીની આવક થતા નદી બની ગાંડી તૂર. પીલોલ ગમમાંથી વિશ્વામિત્રી નદી વહેતી જોવા મળી. ગામમાં પાણી ફરતા ગામ થયું સંપર્ક વિહોણું. પીલોલ ગામમાં વિશ્વામિત્રી નું પાણી ફરીવર્તા ગામ બન્યું સંપર્ક વિહોણું. વરસાદ બંધ થયે ચાર-પાંચ કલાક થયા છતાં પાણી ઓસરીયા નથી. હાલ ગામમાં પૂર જેવી સ્થિતિ..
અરવલ્લી
અરવલ્લીમાં રાત્રે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. 24 કલાકમાં મેઘરજમાં સૌછી વધુ વરસાદ નોંધાયો. મેઘરજમાં 8 ઇંચ અને મોડાસામાં 5 ઇંચ વરસાદ વરસ્યો. બાયડમાં 4 ઇંચ અને ધનસુરા અને માલપુરમાં 3.5 ઇંચ તેમજ ભિલોડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે અરવલ્લીના જળાશયોમાં પાણીની આવક થઈ. વાત્રક જળાશયમાં ૩૭૩૫૬ ક્યુસેક આવક, માઝુમમાં ૧૦૫૯૪ ક્યુસેક આવક, મેશ્વો જળાશયમાં ૩૭૦ ક્યુસેક પાણીની આવક અને વૈડીમાં ૧૯૨૦ ક્યુસેક આવક થઇ. જળાશયોમાં પાણીની આવકથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.
![]()
અમરેલી
અમરેલીમાં વડીયા સહિતના વિસ્તારમાં રાત્રીમાં જામ્યો મેઘમહેર. પવનની ગતિ સાથે ધીમીધારે વરસાદ જોવા મળ્યો. અમેરલીમાં
મેઘાવી માહોલ જામ્યો છે. ધીમી ધારના વરસાદથી ખેડૂતો ખુશ થયા છે. 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વડીયા, બાટવા દેવલી, હનુમાન ખીજડિયા અને મોરવાડા આસપાસના ગામોમાં મેઘાવી માહોલ જોવા મળ્યો.
જુનાગઢ
જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબકયો. ચાર કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. આજે પણ શહેરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો. ભારે વરસાદને પગલે સાબલી ડેમના ચાર દરવાજા ખોલાયા. વંથલીના ખોરાસા નજીક આવેલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલાયા. ડેમના ચાર દરવાજા 1.50 ફૂટ ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા ખોરાસા, માણેકવાડા, મઘરવાડા ગામોને એલર્ટ કરાયા છે.
અમદાવાદ
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. સતત બીજા દિવસે અમદાવાદમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. મેમનગર, યુનિ.રોડ, ઘાટલોડિયા, શિવરંજની, નહેરુનગર, માણેકબાગ સહિતમાં પણ વરસાદ પડ્યો. તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે મકાન ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી.
અમદાવાદમાં ગતરાતથી ભારે વરસાદને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર મસમોટા ખાડા પડયા. ખાડાને કારણે કારમાં ટાયરો તુટવાના બનાવો સામે આવ્યા. અંદાજે 20 જેટલી કારમાં ટાયરો તુટવાના બનાવો બન્યા. કારચાલકોએ વિડિયો સો.મીડિયામાં વાયરલ કર્યો. કરોડોના ખર્ચે તાજેતરમાં જ સિકસ લેન બનાવવામાં આવ્યો હતો. તેમજ હાઈવે પર બનેલા બ્રિજની ગુણવત્તાને લઈને ઉઠ્યા સવાલો. સરકાર હાઇવે પરની ગુણવત્તાને લઇ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. અનેક જિલ્લાઓમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદને જોતા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 251 તાલુકા મેઘમયઃ પંચમહાલના મોરવા હડફમાં 13 ઇંચથી વધુ વરસાદ
આ પણ વાંચો: પાટણના સિધ્ધપુરમાં સવારથી ધોધમાર વરસાદ , ઘરોમાં ઘૂસ્યા પાણી
આ પણ વાંચો: મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી
આ પણ વાંચો: ગુજરાત માટે 48 કલાક ભારે, તંત્રમાં હરકતમાં, મુખ્ય સચિવે બેઠક યોજી
