Gujarat Weather/ મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. સતત બીજા દિવસે અમદાવાદમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે.

Top Stories Ahmedabad Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 2024 08 27T095830.125 મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. સતત બીજા દિવસે અમદાવાદમાં મેઘો મુશળધાર (Heavy Rain) વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ અમદાવાદ શહેરને બાનમાં લીધું છે.  પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદને પગલે કેડ સમા સુધી પાણી ભરાઈ ગયા છે.  મેમનગર, યુનિવર્સિટિ રોડ અને ઘાટલોડિયામાં વરસાદને પગલે વૃક્ષો ધરાશાયી થયા.  શિવરંજની, નહેરુનગર, માણેકબાગ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા.

હવામાન વિભાગે રાજ્યમાં હજુ વધુ વરસાદની આગાહી કરી. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ડીપ ડિપ્રેશન બનવાથી રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ ભારે વરસાદ પડશે. ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્ર, કચ્છના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આજે નવસારી, દમણ, દાહોદમાં ભારે વરસાદ પડશે. જુનાગઢ, રાજકોટ, જામનગરમાં પણ ભારે વરસાદ પડશે. 26થી 28 ઓગસ્ટ વચ્ચે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

After a break, Ahmedabad gets drenched for entire day

રાજયમાં આજે સવારે 6થી 8 વાગે ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. સૌથી વધુ રાજકોટના લોધીકામાં 3.8 ઇંચ, રાજકોટ શહેરમાં વરસાદ 3.28 ઇંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.64 ઇંચ, મોરબીના વાંકાનેરમાં 2.56 ઇંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 2.2 ઇંચ અને
ખેડાના મહુધામાં 2.12 ઇંચ વરસાદ ખાબક્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં

આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ