Rajkot News: રાજકોટમાં ચોમાસાની સિઝન વચ્ચે જ પીવાના પાણીની સ્થિતિ ચિંતાજનક (Rajkot Water Crisis) બની રહી છે. વરસાદ ખેંચાતા શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયોમાં પાણીની આવક ઘટી છે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને લાખો નાગરિકો સામે આગામી દિવસોમાં જળસંકટનો ભય ઊભો થયો છે.
Rajkot Water Crisis: માત્ર 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો
હાલની સ્થિતિ મુજબ રાજકોટના મુખ્ય જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો આશરે 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેવી સ્થિતિ હોવાનું સામે (Water Shortage) આવ્યું છે. જો આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ નહીં થાય અને ડેમમાં પાણીની આવક નહીં વધે તો શહેરમાં પાણી કાપની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.
આજી-1 અને ન્યારી-1 ડેમની સ્થિતિ

રાજકોટ શહેરને પાણી પૂરું પાડતા બંને મુખ્ય ડેમમાં હાલ પાણીનું સ્તર ચિંતાજનક રીતે નીચે આવ્યું છે.
આજી-1 ડેમ: 22.23 ફૂટ
ન્યારી-1 ડેમ: 16.20 ફૂટ
વરસાદ ખેંચાતા બંને જળાશયોમાં નવી આવક થતી ન હોવાથી ઉપલબ્ધ જથ્થો સતત ઘટી રહ્યો છે.

નર્મદાના નીરથી ડેમ ભરાયા હતા
ચોમાસું શરૂ થાય તે પહેલાં રાજકોટ મનપા દ્વારા આજી-1 અને ન્યારી-1 ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા હતા. જોકે, ચોમાસું ખેંચાતા અને અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ડેમમાં પાણીની નવી આવક થઈ નથી. પરિણામે અગાઉ સંગ્રહ કરાયેલો પાણીનો જથ્થો હવે ઝડપથી ઘટી રહ્યો છે.
RMCએ સરકાર સમક્ષ કરી રજૂઆત
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ ફરી એકવાર નર્મદાનું પાણી મેળવવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. જો વરસાદની સ્થિતિમાં સુધારો નહીં થાય તો રાજકોટમાં પીવાના પાણીની વ્યવસ્થા જાળવી રાખવા માટે નર્મદાના નીરનો સહારો લેવો પડી શકે છે.
વરસાદ નહીં આવે તો પાણી કાપની શક્યતા
હાલ રાજકોટની નજર હવે આગામી વરસાદ પર છે. જો સારો વરસાદ થાય અને ડેમમાં પાણીની આવક વધે તો જળસંકટની સ્થિતિ હળવી થઈ શકે છે. પરંતુ વરસાદ વધુ ખેંચાય તો રાજકોટવાસીઓને પાણી કાપ સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: સુઈગામ જનતા દરબારમાં પાણી અછત મુદ્દે હોબાળો
આ પણ વાંચો: ગીર સોમનાથમાં વરસાદના વિલંબથી પાણીની અછત, હિરણ-2 ડેમમાંથી 70 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય
આ પણ વાંચો: કચ્છ નજીક સર ક્રીકમાં પાકિસ્તાનની સૈન્ય હલચલ, ‘Project Ababeel’થી શું સંદેશ આપવા માંગે છે?
