Surendranagar News/ સુરેન્દ્રનગરના નગરા ગામે કરુણ દુર્ઘટના: વોંકળામાં નહાવા પડેલા રાજસ્થાનના 4 શ્રમિક યુવકોના ડૂબી જવાથી મોત

Nagra Village Tragedy: સુરેન્દ્રનગરના નગરા ગામે વોંકળામાં નહાવા પડેલા રાજસ્થાનના ચાર શ્રમિક યુવકોના ડૂબી જવાથી મોત થયા. ચારેય યુવકો સોલાર કંપનીમાં મજૂરી કામ કરતા હતા.

Gujarat Top Stories Others
Nagra Village Tragedy નદીમાં ડૂબી જતા 4 ના મોત

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે હૃદયદ્રાવક દુર્ઘટના (Nagra Village Tragedy) બની છે. ગામ નજીક આવેલા વોંકળામાં નહાવા પડેલા ચાર પરપ્રાંતીય શ્રમિક યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થતાં ચારેયના મોત નીપજ્યા છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Nagra Village Tragedy: સોલાર કંપનીમાં મજૂરી કામ કરતા હતા

પ્રાથમિક માહિતી મુજબ ચારેય યુવકો મૂળ રાજસ્થાનના રહેવાસી હતા અને નગરા ગામ નજીક આવેલી સોલાર કંપનીમાં મજૂરી કામ માટે આવ્યા હતા. મૃતકોની ઉંમર આશરે 25 વર્ષની હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મહેશ જાટ, મોહન જાટ, શિવરામ જાટ અને કુશવાહ જાટનો (Rajasthan Workers Drown) સમાવેશ થાય છે.

નહાવા જતા ઊંડા પાણીમાં ગરકાવ

મળતી માહિતી મુજબ ચારેય યુવકો વોંકળાના પાણીમાં નહાવા ગયા હતા. દરમિયાન પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા તેઓ એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ચારેય યુવકોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલ પહોંચ્યા અધિકારીઓ અને આગેવાનો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં (Surendranagar Accident) રાખીને રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ASP વૈદિક બિહાની અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ મૃતક યુવકોના શોકગ્રસ્ત પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.

મૃતદેહોને રાજસ્થાન મોકલવાની વ્યવસ્થા

પરિવારજનોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ચારેય મૃતકોના પાર્થિવ દેહને સન્માનપૂર્વક તેમના વતન રાજસ્થાન પહોંચાડવા માટે જરૂરી વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે. ચાર યુવાનોના એકસાથે થયેલા મોતથી પરિવારજનો અને સાથી શ્રમિકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.


આ પણ વાંચો: કેશોદ વોટરપાર્કમાં બાળકનું ડૂબી જવાથી મોત

આ પણ વાંચો: વડોદરાના કોટના બીચ પર નાહવા પડેલા 9 યુવકો પૈકી 2ના ડૂબી જવાથી મોત, 7નો બચાવ

આ પણ વાંચો: જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાં નહાવા ગયેલા 3 પરપ્રાંતીય યુવાનોના ડૂબી જવાથી મોત