Vadodara News/ વડોદરાના કોટના બીચ પર નાહવા પડેલા 9 યુવકો પૈકી 2ના ડૂબી જવાથી મોત, 7નો બચાવ

Vadodara નજીક કોટના બીચ પર નદીમાં નાહવા પડેલા 9 પૈકી 2 યુવકોના મોત થયા છે. જય જોબલે અને ક્રિષ્ના રાજપૂત નામના યુવકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે.

Gujarat Top Stories Vadodara
Vadodara Kotna Beach Accident

Vadodara Kotna Beach Accident: વડોદરા નજીક આવેલા લોકપ્રિય પિકનિક સ્પોટ ‘કોટના બીચ’ પર આજે 5 મેના રોજ ઉનાળાની રજાની મજા સજામાં ફેરવાઈ ગઈ છે. નદીના પાણીમાં નાહવા ઉતરેલા નવ મિત્રોના ગ્રુપમાંથી બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે કોટના બીચ પર ફરવા આવેલા અન્ય સહેલાણીઓમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

Vadodara : મિત્રો સાથે નાહવા પડ્યા ને કાળ ભેટ્યો

મળતી માહિતી મુજબ, આજે 9 યુવકોનું એક ટોળું કોટના બીચ પર નદીના કિનારે નાહવા માટે પડ્યું હતું, જ્યાં બે યુવકો અચાનક ડૂબવા લાગ્યા હતા. સાથે રહેલા અન્ય 7 મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં બંને યુવકો પાણીમાં લાપતા થઈ ગયા હતા, જેમની ઓળખ જય સુબોધ જોબલે અને ક્રિષ્ના વિજય રાજપૂત તરીકે થઈ છે.

Vadodara Kotna Beach Accident

ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ નંદેસરી પોલીસ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં અન્ય સાત યુવકોનો આબાદ બચાવ થયો છે,

ગોત્રી હોસ્પિટલ ખાતે PM ની તજવીજ

પોલીસે બંને મૃતકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. નંદેસરી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે આશાસ્પદ યુવાનોના મોતથી તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.


આ પણ વાંચો : વડોદરામાં હીટ એન્ડ રન! હરણીમાં પૂરપાટ વાને સ્કૂટર સવાર દંપતીને લીધા અડફેટે

આ પણ વાંચો : ખાલી ખુરશી જોઈ જજ ગુસ્સે! વડોદરા કલેક્ટર પર કોર્ટની ટિપ્પણી

આ પણ વાંચો : વડોદરાની કાનમ પેપર મિલમાં લાગેલી ભીષણ આગને ફાયર બ્રિગેડની જહેમતે ફેલાતા અટકાવી