Devbhumi Dwarka News/ દ્વારકામાં ભારે વરસાદને પગલે દ્વારકાધીશને વૈકલ્પિક જગ્યાએ ચડાવાઈ ધ્વજા

આ નિર્ણય ભક્તો માટે પણ આશ્વાસનરૂપ બન્યો

Gujarat

Devbhumi Dwarka News : ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યું છે. બીજીતરફ દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. બપોર સુધીમાં ગાજવીજ અને ભારે વરસાદને પગલે સમગ્ર દ્વારકા નગરીમાં પાણી ભરાઈ ગયા હતા. બીજીતરફ દ્વારકામાં વરસાદનું વિઘ્ન હોવા છતાં ભગવાન દ્વારકાધીશજીને બાવન ગજની ધ્વજા ચડાવવાની પરંપરા જાળવાઈ રહી હતી. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજીને બાવન ગજની ધ્વજા ચડાવવાની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે.

ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીને નિયમિત રીતે ચડાવવામાં આવતી બાવન ગજની ધ્વજા, ભારે પવન અને વરસાદને કારણે તેના નિર્ધારિત સ્થળે ચડાવી શકાઈ નહોતી. જોકે, મંદિરના પૂજારી પરિવાર અને દેવસ્થાન સમિતિએ ત્વરિત નિર્ણય લઈને ધ્વજારોહણ માટે વૈકલ્પિક જગ્યા પસંદ કરી હતી. આથી, પ્રતિકૂળ હવામાન હોવા છતાં, ભગવાન દ્વારકાધીશજીને બાવન ગજની ધ્વજા ચડાવવાની પરંપરા જાળવી રાખવામાં આવી હતી. આ નિર્ણય ભક્તો માટે પણ આશ્વાસનરૂપ બન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં