Porbandar News/ રેલ્વે બ્લોકના લીધે 27મી ઓગસ્ટની ટ્રેનો રદ, પોરબંદરવાસીઓને પડશે હાલાકી

લાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો હોવાથી 27 ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે.

Gujarat Others Breaking News

Porbandar News: રેલ્વેમાં હાલમાં મોટાપાયા પર ટ્રેક અને સિગ્નલ રિબિલ્ડિંગની અને તેનું આધુનિકીકરણ કરવાની કવાયત ચાલી રહી છે. આના કારણે કેટલાય વિસ્તારમાં રેલ્વે ટ્રેનો બંધ કરવાની તો કેટલાકમાં રિશેડ્યુલ કરવાની ફરજ પડી રહી છે. આના જ ભાગરૂપે વિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો હોવાથી 27 ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે.

ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના વિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પૂરી પાડવા સંબંધિત કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે.

આ બ્લોકને કારણે, ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન 27 ઓગસ્ટ, 2025ના રોજ રદ રહેશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો

01-ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 27-08-2025ના રોજ રદ (Cancel) રહેશે.

02-ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 29-08-2025 ના રોજ રદ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ, આજે ખરાબ હવામાનને કારણે ટ્રેન રદ, ભારે વરસાદની આગાહીને લઇ ટ્રેનો રદ્દ કરાઇ, વડોદરા પેસેન્જર સ્પેશિયલ

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, વાવાઝોડાને લઈ 76 ટ્રેન રદ, 33 ટ્રેનના રૂટ ટુંકાવી દેવાયા, કંડલા સહિતના બંદરો પર કામકાજ બંધ, અસરગ્રસ્ત

આ પણ વાંચો: રેલવે સ્ટેશને અપડાઉન કરનારને હાલાકી, વલસાડથી વડોદરા જતી લોકલ ટ્રેન બે દિવસ રદ, રેલવેનું કામ હોવાથી ટ્રેન રદ, નવસારીથી સુરત અપડાઉન કરતાં