Not Set/ જસદણની પેટાચૂંટણીને લઇને જાહેરનામુ, શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તેવી થશે કામગીરી

રાજકોટ, જસદણની પેટાચૂંટણીને લઇને રાજકોટ કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જાહેરનામામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તેવી કામગીરી કરવાનું જણાવામાં આવ્યું. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે એસઆરપીની 6 કંપનીઓ ઉતારી દેવામાં આવી છે. પેટાચૂંટણીમાં 2 લાખ 32 હજાર જેટલા મતદારો 262 મતદાન મથક પરથી મતદાન કરશે. 72 સંવેદનશીલ મથકો સહીત 126 મતદાન મથકો પર એેસઆરપીની […]

Gujarat Rajkot Videos

રાજકોટ,

જસદણની પેટાચૂંટણીને લઇને રાજકોટ કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જાહેરનામામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તેવી કામગીરી કરવાનું જણાવામાં આવ્યું. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે એસઆરપીની 6 કંપનીઓ ઉતારી દેવામાં આવી છે.

પેટાચૂંટણીમાં 2 લાખ 32 હજાર જેટલા મતદારો 262 મતદાન મથક પરથી મતદાન કરશે. 72 સંવેદનશીલ મથકો સહીત 126 મતદાન મથકો પર એેસઆરપીની ટીમ તૈનાત કરાશે. પ્રથમ વખત મહિલાઓ સંચાલિત બે બુથ ઉપરાંત દિવ્યાંગો માટે અલગ બુથની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વિધાનસભા બેઠક દીઠ એક મહિલા મતદાન મથક રાખવામાં આવતું હતું અને તેમાં ફરજ બજાવનારા સ્ટાફ માટે ડ્રેસ કલર કોડ હતો. જેના બદલે આ પેટાચૂંટણી માટે બે મહિલા મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં એક મહિલા મતદાન મથક ડીએસવીકે હાઇસ્કૂલ ખાતે 119 નંબરના બુથ ખાતે રાખવામાં આવ્યું. બીજુ મહિલા મતદાન મથક સરદાર પટેલ પ્રાથમિક શાળામાં 143 નંબરના બુથ ખાતે રાખવામાં આવ્યું. જેમાં ફરજ બજાવનાર સ્ટાફ ડ્રેસ કલરકોડ રહીત રહેશે.