Not Set/ બાળકો નું ભવિષ્ય કચરામાં/ બનાસકાંઠાના આ બાળકોને ખબર જ નથી લોકડાઉન શું છે ..?  કોરોના શું છે ..? ખબર છે તો માત્ર….

સમગ્ર દેશ કોરોના વાઈરસને લઈ ઘરમાં છે. સોશિયલ ડિસ્ટન અને માસ્ક ની વાત થઈ રહી છે ત્યારે મંતવ્ય ન્યૂઝ ના કેમેરા માં કેદ થયા હ્રદયદ્રાવિ દ્રશ્યો….બાળકો નું ભવિષ્ય કચરામાં… પોતાના ભોજન માટે કચરો ભેગા કરતા આ બાળકોને નથી લોકડાઉનની ખબર કે નથી કોરોના વાઈરસનો ડર…. આ બાળકોને માત્ર ભૂખ જ મટાડવી છે.  જે કચરો ભેગો […]

Gujarat Others

સમગ્ર દેશ કોરોના વાઈરસને લઈ ઘરમાં છે. સોશિયલ ડિસ્ટન અને માસ્ક ની વાત થઈ રહી છે ત્યારે મંતવ્ય ન્યૂઝ ના કેમેરા માં કેદ થયા હ્રદયદ્રાવિ દ્રશ્યો….બાળકો નું ભવિષ્ય કચરામાં… પોતાના ભોજન માટે કચરો ભેગા કરતા આ બાળકોને નથી લોકડાઉનની ખબર કે નથી કોરોના વાઈરસનો ડર….

આ બાળકોને માત્ર ભૂખ જ મટાડવી છે.  જે કચરો ભેગો કરીને જે રૂપિયા મળે એ જ એમનું ભવિષ્ય છે. સ્કુલમાં જવાની ઉંમરે બાળકો કચરો ભેગા કરતા દ્રશ્યો અનેક સવાલો પણ ઉભા કરી રહ્યા છે. આ દ્રશ્યો જ પુરવાર કરે છે કે દરેક બાળકો ને શિક્ષણ અને આહાર આપવાના દાવા કેટલા સાર્થક છે.

ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો આજે કચરો વીણવા મજબૂર છે. જેના કારણો પણ મજબૂત જ હશે. કોઈ મા-બાપ આ રીતે પોતાના વ્હાલસોયાને કચરા વીણવા ક્યારે મુક્તા હશે એ પણ વિચારવા જેવી વાત છે. કોરોના વાઈરસના ડર વગર આ બાળકો કચરો ભેગો કરી રહ્યા છે. એક તો  આ બાળકોને કોરોના વાઈરસની ખબર નથી કે પછી બાળકોની ભોજન માટે ની ભૂખ હાવી થઈ ગઈ હશે…..

લોકો સોશીયલ ડિસ્ટન રાખે છે. મોં પર માસ્ક પહેરે છે. સેનેટાઈઝર વાપરે છે. છતાં પણ સંક્રમણ નો ભોગ બને છે. ત્યારે હાલ આ બાળકો દર દર ભટકીને કચરો ભેગો કરી રહ્યા છે. ન માસ્ક ન સોશીયલ ડિસ્ટન્સ ન સેનેટાઈઝર છતાં પણ બિન્દાસ…. એટલે કહી શકાય આ બાળકો પર કુદરત મહેરબાન છે.

પણ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોનું જીવન કચરા ભેગો કરવામાં વીતે એ પણ કેટલું વ્યાજબી…ક્યારે આ બાળકો પણ અન્યની જેમ સુરક્ષિત થશે…? કારણ કે એમને પણ બાળપણ જીવવાનો હક છે. નહિ કે ભીખ માગવાનો…. જોઈએ ક્યારે સરકાર જાગે છે…? આવા અનેક બાળકો ને સુરક્ષિત કરવા કોઈ પગલાં લેવાય છે એ જોવાનું રહ્યું……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.