Dang News/ તાંત્રિક વિધિના કારણે મહિલાએ કરી આત્મહત્યા, 6 લોકોની ધરપકડ

ડાંગમાં તાંત્રિક વિધિ કરનારાઓએ 3 મહિલાઓને ડાકણ કહી બદનામ કરી હતી અને તેમની પર તાંત્રિક વિધિ કરી હતી. આ વિધિથી ત્રાસી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી હતી.

Top Stories Gujarat Others Breaking News

Dang News : ડાંગ જિલ્લાના જામન્યા માળ ગામે તાંત્રિક વિધિના કારણે એક મહિલાએ આત્મહત્યા કરી લેતા પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. ગામના કેટલાક તાંત્રિક વિધિ કરનારા લોકોએ 3 મહિલાઓને ડાકણ કહી બદનામ કરી હતી અને તેમની પર તાંત્રિક વિધિ કરી હતી. આ વિધિથી ત્રાસી ગયેલી એક મહિલાએ આત્મહત્યા કરી લેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

મળતી માહિતી મુજબ, ડાંગના જામન્યા માળ ગામે તાંત્રિકવિધિ કરનારાઓએ ગામની 3 મહિલાઓને ડાકણ કહી બદનામ કરી હતી. તાંત્રિકવિધિ 3 જેટલી મહિલાઓ પર કરવામાં આવી હતી. 3 પૈકી એક મહિલાને માઠું લાગતા આત્મહત્યા કરી હતી. સમગ્ર મામલે મહિલાના પુત્રે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 6 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. પોલીસે તમામ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને લોકોમાં ભયનો માહોલ છે.

થોડા સમય પહેલા, દાહોદમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો હતો. 4 મહિનાની બાળકીને શ્વાસની તકલીફ થતા ભૂવા પાસે લઈ જવાઈ હતી. જ્યાં 4 મહિનાની દીકરીના પેટ પર ગરમ સળીયો ચાંપી દીધો હતો. શ્વાસની તકલીફ થતાં મા-બાપ દવાખાન લઇ જવાની જગ્યાએ ભૂવા પાસે લઈ ગયા હતા, જ્યાં બાળકીને ડામ આપતા બાલી ગઈ હતી, ત્યારે બાળકીને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

@ RUSHIYANT SHARMA


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જાણો વેલેન્ટાઇન ડેનો ઇતિહાસ,લોકો શા માટે ઉજવાય છે આ દિવસ

આ પણ વાંચો:વિશ્વમાં આ 7 સ્થળો લવ લોક માટે ફેવરિટ ગણાય છે, પ્રોમિસ ડે પર વિતાવે છે અહીં સમય

આ પણ વાંચો:કેમ છોકરીઓને માસૂમ દેખાતું ટેડી ખૂબ પસંદ હોય છે? તેની પાછળનું કારણ શું છે?