Delhi News/ ચકચારભર્યા શીખ રમખાણોના કેસમાં બે શીખોની હત્યાના આરોપમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર દોષિત

સજ્જન કુમારની સજા પર 18 ફેબ્રુઆરીએ ચર્ચા થશે

Top Stories India Breaking News

 Delhi News : દિલ્હીના ચકચારભર્યા શીખ રમખાણોના કેસમાં  કોંગ્રેસના ભૂતુૂર્વ સાંસદ સજજન કુમારને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. સજ્જન કુમારની સજા પર હવે 18 ફેબ્રુઆરીએ ચર્ચા થશે.

સજ્જન કુમાર 1 નવેમ્બર 1984 ના રોજ દિલ્હીના સરસ્વતી વિહારમાં જસવંત સિંહ અને તેમના પુત્ર તરુણદીપ સિંહની હત્યાના કેસમાં આરોપી હતા. આ કેસમાં, કોર્ટે બુધવારે (૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫) પોતાનો ચુકાદો આપ્યો.કોર્ટે સજ્જન કુમાર વિરુદ્ધ IPCની કલમ 147/148/149/302/308/323/395/397/427/436/440 હેઠળ આરોપો ઘડ્યા હતા.

SITએ આરોપ લગાવ્યો હતો કે સજ્જન કુમાર ટોળાનું નેતૃત્વ કરી રહ્યા હતા અને તેમની ઉશ્કેરણીથી ટોળાએ બે વ્યક્તિઓને જીવતા સળગાવી દીધા હતા અને તેમના ઘરના સામાન અને અન્ય સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. માલનો નાશ કરવામાં આવ્યો અને લૂંટ ચલાવવામાં આવી.ટોળાએ પીડિતોના ઘરને બાળી નાખ્યું અને તેમના પરિવારના સભ્યો અને તેમના ઘરમાં રહેતા સંબંધીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી. ૧ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ, કોર્ટે આ કેસમાં સજ્જન કુમારનું નિવેદન નોંધ્યું હતું, સજ્જન કુમારે તેમની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

૩૧ જાન્યુઆરીના રોજ સુનાવણી દરમિયાન, સજ્જન કુમારના વકીલે દલીલ કરી હતી કે તેમનું નામ શરૂઆતથી જ તેમાં નહોતું. સાક્ષીએ 16 વર્ષ પછી સજ્જન કુમારનું નામ લીધું.

જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે પીડિતા આરોપીને ઓળખતી નથી. જ્યારે તેમને ખબર પડી કે સજ્જન કુમાર કોણ છે, ત્યારે તેમણે તેમના નિવેદનમાં તેમનું નામ લીધું. અત્રે ઉલ્લેખનીય છે કે સજજન કુમાર હાલમાં દિલ્હી કેન્ટમાં શીખ વિરોધી રમખાણોના બીજા એક કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આસામ સરકાર પર સુપ્રીમ કોર્ટ કડક બન્યું! દોષિતોને દેશનિકાલ કરવાનો આદેશ

આ પણ વાંચો:ગોધરા ટ્રેન અગ્નિ કાંડ મામલામાં સુપ્રીમ કોર્ટ 13 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે

આ પણ વાંચો:‘દવાઓના ક્લિનિકલ ટ્રાયલ મોટાભાગે ગરીબ દેશોમાં થાય છે’, સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરશે