Not Set/ પરપ્રાંતિય લોકો પર હુમલાનો મામલો : અરવલ્લીમાં ચુસ્ત બંદોબસ્ત

સાબરકાંઠાના ઢૂંઢર ગામે 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મ બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. ત્યારે ગઈકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કાબોલા ખાતે આવેલ પેપર મીલ આગળ કેટલાક તત્વોએ પેપર મીલમાં કામ કરતા પરપ્રાંતિય કર્મચારીઓને હાંકી કાઢવાની માગ સાથે હલ્લો માચાવવાની કોશિશ કરી હતી. જોકે પોલીસ સમયસર આવી પહોંચતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. સ્થળ […]

Top Stories Gujarat Others

સાબરકાંઠાના ઢૂંઢર ગામે 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મ બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. ત્યારે ગઈકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કાબોલા ખાતે આવેલ પેપર મીલ આગળ કેટલાક તત્વોએ પેપર મીલમાં કામ કરતા પરપ્રાંતિય કર્મચારીઓને હાંકી કાઢવાની માગ સાથે હલ્લો માચાવવાની કોશિશ કરી હતી.

જોકે પોલીસ સમયસર આવી પહોંચતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. સ્થળ પર હાજર લોકોને પોલીસે સમજાવટ કરી અને પરત મોકલ્યા હતા.

ત્યારબાદ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કાબોલા ખાતે આવેલ પેપર મીલ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આજે પણ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત યથાવત રહ્યો હતો અને હાલ આ વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો