ભારતમાંથી ફરાર થઇ વિદેશમાં અજાણ્યા સ્થળે સંતાયેલ વિવાદીત નિત્યાનંદ સ્વામી સામે બ્લ્યુ કોર્નર નોટિસ ઈસ્યૂ કરવા અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ સ્થિત હીરાપુરમાં DPS-ઈસ્ટ સ્કૂલની જગ્યામાં બનાવાયેલા આશ્રમમાંથી બે યુવતી ગુમ થવાના કેસમાં આરોપી નિત્યાનંદનો પત્તો મેળવવા માટે પોલીસે બ્લ્યૂ કોર્નર નોટિસની કાર્યવાહી કરી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ બ્લ્યુ કૉર્નર નોટિસ માટે સીઆઇડી ક્રાઇમની મદદ લેશે. તપાસનીસ ડીવાયએસપી. કે.ટી. કામરિયાએ જણાવ્યું કે, જિલ્લા પોલીસ વડા થકી CIDનાં માધ્યમથી નિત્યાનંદ સામે બ્લ્યૂ કોર્નર નોટિસ ઈસ્યૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
બ્લ્યુ કૉર્નર નોટિસથી ભારત દેશની જે દેશો સાથે પ્રત્યાર્પણ સંધી છે તેવા દેશોને નિત્યાનંદ ત્યાં હોય તો જાણકારી આપવા રિપોર્ટ કરવામાં આવશે. ભારત દેશ સાથે સંધી ધરાવતા દેશમાં નિત્યાનંદ હશે તો તેની ભાળ મળી શકે છે.
ઉલ્ળેખનીય છે કે, અમદાવાદમાં આશ્રમ શરૂ કરવામાં આવ્યો તે પહેલાંથી નિત્યાનંદ ભારત છોડીને જતો રહ્યો હતો. જોકે, નિત્યાનંદ કોઈ એક કેરેબિયન ટાપુ ઉપર સ્થાયી થયાનો અને કૈલાસા નામે અલગ દેશ બનાવવાની પેરવીમાં હોવાની વિગતો સોશિયલ મીડિયાથી પ્રકાશમાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
