Rajkot News/ રાજકોટ મનપામાં ડામર કૌભાંડના આક્ષેપ,ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા સવાલ

શહેરના વોર્ડ નં. 7માં હાથ ધરાયેલી ડામર (Asphalt)પેચવર્ક કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે

Gujarat Rajkot
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)માં ડામર (Asphalt) પેચવર્કના કામને લઈને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)માં ડામર (Asphalt) પેચવર્કના કામને લઈને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવતા શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા નહીં પરંતુ ભાજપના જ કોર્પોરેટર (BJP Corporator) દ્વારા કરવામાં આવ્યા છે, જેના કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.

શહેરના વોર્ડ નં. 7માં હાથ ધરાયેલી ડામર (Asphalt)પેચવર્ક કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ

મળતી માહિતી મુજબ શહેરના વોર્ડ નં. 7માં હાથ ધરાયેલી ડામર (Asphalt)પેચવર્ક કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો આરોપ છે. કોર્પોરેટર અને સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર સરકારી દસ્તાવેજોમાં 250 ટન ડામર વપરાયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે વાસ્તવમાં ઘણા વિસ્તારોમાં કોઈ કામગીરી જ કરવામાં આવી નથી.

વિજય પ્લોટ અને દિવાનપરા સહિતના વિસ્તારોમાં રોડ પર પેચવર્ક  થયાના કોઈ પુરાવા જોવા મળતા નથી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વર્ષોથી રોડની સમસ્યા યથાવત છે અને અનેક વખત લોકોને પોતાના ખર્ચે ખાડા પુરવા પડે છે.

મામલો સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તેને ગંભીર ગણાવી જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે જો તપાસમાં ગેરરીતિ સાબિત થશે તો દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ, કટારિયા ચોકડી પાસેની 576 આવાસોની યોજના પણ વિવાદમાં આવી છે. ભાજપના નેતાઓ વલ્લભ દૂધાત્રા અને દિલીપ લુણાગરીયાએ આવાસ માટે પસંદ કરાયેલી જમીન અંગે વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે અન્ય રોડ-ટચ પ્લોટ પર યોજના બનાવવામાં આવે તો મનપાને વધુ આવક મળી શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું કે પ્લોટના હેતુફેર અંગેનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે અને આ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

રાજકોટમાં એકસાથે બે મહત્વના વિકાસકાર્યો સામે ભાજપના જ નેતાઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવતા મનપાની કામગીરી અને પારદર્શિતા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે.


આ પણ વાંચો : કમિશનર ડી.એન.મોદીએ જામનગ૨ને જોડતા તથા શહે૨ના આંતરિક પુલોનું ટીમ સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કર્યું

આ પણ વાંચો : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે આઠ મહિના પણ ન ટકી શક્યો : કરાડિયાથી માંડાવરા સુધીનો 29 કિમીનો રસ્તો ઉખડી ગયો

આ પણ વાંચો : રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરામત કામોની CM ભૂપેન્દ્ર પટેલે કરી સઘન સમીક્ષા