Jamnagar News/ કમિશનર ડી.એન.મોદીએ જામનગ૨ને જોડતા તથા શહે૨ના આંતરિક પુલોનું ટીમ સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કર્યું

કમિશનરએ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ, સીવીલ શાખા, ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કસ શાખાને સૂચના આપી

Gujarat

Jamnagar News : જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી દ્વારા ટીમને સાથે રાખીને શહેરના તમામ બ્રીજની સર્વેની કામગીરી હાથ ધરી આવી છે. શહે૨ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓના રીપેરીંગ માટે ઝુંબેશ હાથ ધરી કામ ક૨વા માટે કમિશનરએ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ, સીવીલ શાખા, ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કસ શાખાને સૂચના આપી હતી.

કમિશનરએ જામનગ૨ શહે૨ને જોડતા દરેક એન્ટ્રી પોઈન્ટના બ્રીજનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેમા ગુલાબનગર, સુભાષબ્રીજ, નવનાલા બ્રીજ, રેલ્વે ઓવર બ્રીજ તથા ધુંવાવથી ખીજડીયા બાયપાસ રૂટ ઉપરના રીવર બ્રીજનું નિરીક્ષણ ક૨વામા આવ્યું અને માઈનોર રીપેરીંગની જરૂરિયાત મુજબ સૂચના આપી હતી.

તેઓએ રૂબરૂમાં જઈ શહે૨ના મુખ્ય અને આંતરિક ૨સ્તાઓનું ચેકિંગ કરી લગત વિભાગોને રીપેરીંગ, પેચવર્ક માટે, વેટમીક્ષ, હોટમીક્ષ પ્લાન્ટથી ડામર પેચવર્ક તથા કોલ્ડમીક્ષ, જેટ પેચીંગ ઈમક્શન પધ્ધતિથી ઝુંબેશના સ્વરૂપમા કામગીરી કરવા જણાવ્યુ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ; ગઢડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને કારણે તબાહી… નદીના પૂરમાં 20 ભેંસો તણાઈ, વીજળી પડતાં 2નાં મોત

આ પણ વાંચો:અમરેલીમાં બોલેરો કાર તણાઈ, ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન