Botad News/ બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ; ગઢડામાં 8 ઈંચ વરસાદ નોંધાયો

પ્રાપ્ત માહિતી અનુસાર, લાઠીદર ગામનો ચૌહાણ પરિવાર કારમાં ફસાઈ ગયો હતો. કાર ફસાઈ ગયાના સમાચાર મળ્યા બાદ મોડી રાતથી જ રાહત અને બચાવ કામગીરી દ્વારાબચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Others Breaking News

Botad News: સોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સતત વરસાદ (Rain) પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે સમયે બોટાદ (Botad)ના લાઠીદર ગામ પાસે એક ઇકો કાર ફસાઈ ગઈ હતી. કારમાં 8 લોકો સવાર હતા, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 6 લોકો હજુ પણ ગુમ છે. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લાઠીદર ગામનો ચૌહાણ પરિવાર કારમાં ફસાઈ ગયો હતો. કાર ફસાઈ ગયાના સમાચાર મળ્યા બાદ મોડી રાતથી જ રાહત અને બચાવ કામગીરી દ્વારાબચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બોટાદ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી-નાળાં છલકાયા છે. બોટાદનાં ગઢડામાં 8 ઈંચ વરસાદ નોંધાતા તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે. બોટાદમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.

બરવાળામાં એક ઈંચ વરસાદ, રાણપુરમાં 17 એમ.એમ. વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ગઢડા – જસદણ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ગઢડાના કેરાળા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જસદણ જવા માટે હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં આભ ફાટ્યું! 12 ઈંચ વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણા

આ પણ વાંચો:ગુજરાત સહિત દેશભરમાં વરસાદનો પ્રકોપ, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

આ પણ વાંચો:સંખેડા ધોધમાર વરસાદથી જળબંબાકાર, 2 કલાકમાં 5 ઇંચ વરસાદ