દિલ્લી
ફાઈટર પ્લેન રાફેલની ડીલ અંગે વિપક્ષી પાર્ટીઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદિત મામલાની તપાસ માટે કરવામાં આવેલી તમામ પીટીશન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.
BJP President Amit Shah: We welcome the judgement of the Supreme Court, the truth has won. People were being misled by unfortunately the country's oldest party. Its a slap on politics of lies. #RafaleDeal pic.twitter.com/sLqRlpusww
— ANI (@ANI) December 14, 2018
ભાજપના અધ્યક્ષ અમિત શાહે રાફેલ ડીલ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટના રાફેલ ડીલ અંગેના ચુકાદાને સ્વીકારીએ છીએ. હંમેશા સત્યની જીત થાય છે. દુઃખતો એ વાતનું છે કે દેશની જૂની પાર્ટી દ્વારા આ મામલે જનતાને ખોટી વાતો કહેવામાં આવી રહી હતી. રાજનીતિના જૂઠાણાં માટે આ ચુકાદો એક લાફો સમાન છે.
BJP President Amit Shah: Rahul Gandhi ji should apologize to the nation for misleading people. Want to ask Rahul ji what was the source of information on basis of which he made such big allegations? #RafaleDeal pic.twitter.com/v2kSjXAait
— ANI (@ANI) December 14, 2018
BJP President Amit Shah:Suraj ke oopar kitna bhi keechad ya kitni bhi mitti ucchal lein vo swayam pe hi girti hai. Aage se vo(Rahul Gandhi) aise bachkaane aarop se bachein #RafaleDeal pic.twitter.com/9qfAkWZX4y
— ANI (@ANI) December 14, 2018
દેશની જનતાને ગેર માર્ગે દોરવા બદલ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ. મારે રાહુલ ગાંધીને પૂછવું છે કે તમે કઈ માહિતીને આધારે રાફેલ ડીલ પર ખોટા આરોપ લગાવ્યા હતા ?
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી વિપક્ષ પાર્ટીઓ દ્વારા રાફેલ ડીલને લઈને વિવાદ ચાલી રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી દલીલ :
૧. રાફેલ વિમાન ડીલમાં કોઈ શંકા નથી.
૨. રાફેલની ગુણવત્તા પર પણ કોઈ સવાલ નથી.
૩. ફાઈટર પ્લેનના કરારમાં કોઈ શંકા નથી તેથી આ મામલે જોડાયેલી તમામ પીટીશન ફગાવવામાં આવી છે.
૪. આ રાફેલ પ્લેન આપણા દેશની જરૂરિયાત છે.
૫. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ઓફસેટ પાર્ટનરની પ્રક્રિયાના હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ ધારણાના આધાર પર ડિફેન્સ ડીલને નિશાના પર લઈ શકાતી નથી.
૬. રાફેલ પ્લેનની કિંમત, આ કરારની પ્રક્રિયા અને ઓફસેટ પાર્ટનર કોઈ પણ મુદ્દા પર કોર્ટને કોઈ સંદેહ નથી.
૭. આ નિર્ણય લખતા દેશની સુરક્ષા અને કરાર નિયમોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. સાથે સાથે પ્લેનના મૂલ્ય અને જરૂરિયાતોને પણ અમારા ધ્યાનમાં રહી હતી.
૮. સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું, “રાફેલ પ્લેનની કિંમતોનું અંગે નિર્ણયો લેવાનું કામ કોર્ટનું નથી.
શું છે આ વિવાદિત ડીલ ?
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી અત્યાધુનિક ફાઈટર પ્લેનમાંના એક રાફેલની ડીલ મોદી સરકાર અને ફ્રાંસની સરકાર વચ્ચે કરવામાં આવી હતી. પીએમ મોદીની ફ્રાંસની યાત્રા દરમિયાન તેઓએ ઘોષણા કરી હતી કે, ફ્રાંસ પાસેથી ભારત ૩૬ રાફેલ પ્લેન ખરીદશે.
૧૦ એપ્રિલ, ૨૦૧૫ના રોજ કરવામાં આવેલી ડીલ મુજબ, ભારત અંદાજે ૫૮,૦૦૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૩૬ રાફેલ ફાઈટર પ્લેન ખરીદવાનો કરાર થયો હતો.
જો કે ત્યારબાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા આ ડીલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ રાફેલ ડીલ અંગે પીએમ મોદી પર હુમલો બોલતા રહ્યા છે તેમજ આ ડીલમાં અનિલ અંબાણીની કંપનીની ભાગીદારીને લઈને પણ સવાલો ઉઠાવી ચુક્યા છે.
