Gujarat Weather/ ગુજરાત સહિત દેશભરમાં વરસાદનો પ્રકોપ, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબસ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: ગુજરાત અને દેશમાં રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં હવામાનમાં પરિવર્તન જોવા મળ્યું છે. દક્ષિણ ભારતમાં ફરી એકવાર વરસાદનો સમયગાળો (Rain Alert) શરૂ થયો છે. ઘણી જગ્યાએ રેકોર્ડ વરસાદ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબસ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દીવમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ અપાયું છે.

ભાવનગર (Bhavnagar)માં તળાજા, જેસરમાં 6 ઈંચ વરસાદ પડતાં ગામ જળબંબાકાર થઈ ગયું છે. મહુવામાં ધોધમાર વરસાદ વરસતાં પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. મોસમનો પ્રથમ વરસાદ 6 ઈંચ જેટલો વરસતાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.

રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થવાથી દેશનાં ઘણા ભાગોમાં વરસાદ પડશે. ગુજરાત સહિત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ, સોમવારે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

સોમવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે, રેલ્વે પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આજે રાજ્યમાં અત્ર-તત્ર-સર્વત્ર જોવા મળશે વરસાદી માહોલ

આ પણ વાંચો:આજે ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના

આ પણ વાંચો:સંખેડા ધોધમાર વરસાદથી જળબંબાકાર, 2 કલાકમાં 5 ઇંચ વરસાદ