Not Set/ જૂનાગઢમાં કોરોના વિસ્ફોટ, વધુ પાંચ પોઝીટીવ કેસથી લોકો ફફડી ઉઠ્યા

જૂનાગઢમાં કોરોનાએ આજે પણ કહેર વર્તાવ્યો છે. એક જ સાથે પાંચ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવી રહ્યું છે. આ નવા પાંચ કેસમાં  29 વર્ષિય મહિલા તક્ષશીલા સોસાયટી ટીંબાવાડીમાં રહે છે, જયારે એક 22 વર્ષિય યુવતી આંબાવાડી, જોષીપુરામાં રહે છે. એક 45 વર્ષિય મહિલા નીલકંઠ એપાર્ટમેન્ટ નહેરૂ પાર્કના રહેવાસી હોવાની વિગતો સામે આવી […]

Gujarat Others

જૂનાગઢમાં કોરોનાએ આજે પણ કહેર વર્તાવ્યો છે. એક જ સાથે પાંચ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવી રહ્યું છે. આ નવા પાંચ કેસમાં  29 વર્ષિય મહિલા તક્ષશીલા સોસાયટી ટીંબાવાડીમાં રહે છે, જયારે એક 22 વર્ષિય યુવતી આંબાવાડી, જોષીપુરામાં રહે છે. એક 45 વર્ષિય મહિલા નીલકંઠ એપાર્ટમેન્ટ નહેરૂ પાર્કના રહેવાસી હોવાની વિગતો સામે આવી રહી છે. તો સાથે સાથે 60 વર્ષિય મહિલા જી-2 નીલકંઠ એપાર્ટમેન્ટ નહેરૂ પાર્કના રહેવાસી છે.  તેમજ 57 વર્ષિય પુરૂષ શેરી નં-3 નવા નાગરવાડા વણજારી ચોકમાં રહે છે. 

એક સાથે અધધધ પાંચ કેસ ફક્ત બપોર સુધીમાં નોંધવામાં આવતા શહેરનું આરોગ્યતંત્ર અને મનપા પણ ગોટે ચડ્યા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં વધતા જતા કોરોનાનાં કેસનાં કારણે જૂનાગઢવાસીઓ ફફડી ઉઠ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews