Vadodara News: BZ ગ્રુપની પોન્ઝી સ્કીમના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો થયો હતો. જણાવી દઈએ કે, BZ ની એક ઓફીસ વડોદરામાં પણ આવેલી છે જે ગઈકાલ સુધી ચાલુ હતી. સમા સાવલી રોડ પર આવેલા લોટસ ઓરા બિલ્ડિંગમાં BZ ની ઓફિસ આવેલી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા ખાતેની ઓફિસ હિંમતનગરના શત્રુઘ્ન સિંહ સંભાળતા હતા. એવું કહેવમાં આવી રહ્યું છે કે, વડોદરામાં પણ લોકો દ્વારા કરોડોનું રોકાણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે, CID ક્રાઈમે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળે ઓફિસ પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કર્યા છે. આ તરફ ઠગબાજ ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય તે માટે પોલીસે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરી છે.
CIDની તપાસમાં એ પણ ખૂલ્યું કે આરોપીએ BZ ટ્રેડર્સ, BZ ફાયનાન્સીયલ સર્વિસ, BZ ગ્રુપ ઓફ મેનેજમેન્ટ જેવી ત્રણ કંપનીઓ ખોલી રોકાણકારો પાસેથી નાણાં પડાવી લીધા હતાં. પોલીસની તપાસમાં 16 લાખ 37 હજાર 900 રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. તો બે બેન્ક એકાઉન્ટમાંથી 175 કરોડના ટ્રાન્જેક્શ પણ મળી આવ્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે જ્યારે રોકાણકાર પાકતી મુદતે રૂપિયા પરત લેવા જાય તો આરોપીઓ વધુ લાલચ આપી રિન્યુઅલમાં એફડી કરાવવાની યોજના સમજાવતા એટલે ફરી બે-ત્રણ વર્ષ સુધી આ નાણાં ચૂકવવા પડે નહીં.
આ પણ વાંચો:CID ક્રાઈમના BZ ગ્રુપ પર દરોડા : 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં
આ પણ વાંચો:BZ ફાયનાન્સિયલે પોન્ઝી સ્કીમમાંથી 6,000 કરોડ રૂપિયા એકઠા કર્યા, CIDએ દરોડા પાડ્યા
આ પણ વાંચો:ઉતર ગુજરાતમાં BZ GROUP પર CIDની તવાઈ
