Junagadh News/ જૂનાગઢમાં પરીક્ષાના તણાવમાં ડિપ્લોમા કરતી વિદ્યાર્થીનીએ રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

જૂનાગઢમાં ડિપ્લોમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરીક્ષા તણાવના કારણે આત્મહત્યા (Suicide) કરી. કેશોદ પોલીસ દ્વારા તપાસ શરૂ.

Top Stories Gujarat Breaking News
Suicide

Junagadh News:જૂનાગઢ શહેરની એક પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પરીક્ષાની તૈયારી દરમિયાન થયેલા તીવ્ર માનસિક તણાવને કારણે આત્મહત્યા (Suicide) કરી લીધી છે.આ દુ:ખદ ઘટના રહેણાંક મકાનમાં બની હતી, જ્યાં વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ મામલે કેશોદ પોલીસ સ્ટેશને આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢની કોલેજમાં ડિપ્લોમા અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થીની જૂનાગઢની એક કોલેજમાં ડિપ્લોમા ઇજનેરી ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષા નજીક આવતાં તે અત્યંત તણાવમાં હતી. અભ્યાસનું દબાણ, પરિણામની ચિંતા અને અન્ય વ્યક્તિગત કારણોસર તેણે આ આત્મહત્યા (Suicide) કરવાનો નિર્ણય લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

માનસિક તણાવને કારણે કરી આત્મહત્યા (Suicide)

આ ઘટના જૂનાગઢ ખાતે આવેલા રહેણાંક મકાનમાં બની હતી. પરિવારજનો અને સાથી વિદ્યાર્થીઓએ જ્યારે તેને રૂમમાંથી બહાર ન આવતી જોઈ ત્યારે દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા તો તેને ફાંસો ખાઈને (Suicide) લટકેલી હાલતમાં જોઈ હતી. તાત્કાલિક તબીબી મદદ માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.કેશોદ પોલીસ સ્ટેશને આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:જુનાગઢમાં ફરી એક પત્નીએ પતીના ત્રાસથી જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચો:જૂનાગઢમાં યુવાનને ખંડણી માટે દબાણ, આત્મહત્યા કેસમાં ત્રીજી મહિલા આરોપી ઝડપાઈ

આ પણ વાંચો:ઉનામાં આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મ મામલે વધુ એક આરોપીની ધરકપડ