Not Set/ ગઇકાલ બાદ આજે પણ, બે બાળકોનાં તળાવમાં ડૂબી જવાથી થયા મોત

સતત બીજા દિવસે ગુજરાતમાં બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યાની કરુણ ઘટના સામે આવી છે. ઘટના બોટાદનાં લાઠીદડમાં ઘટી હોવાની વાત સામે આવી રહી છે. લાઠીદડનાં તળાવમાં આજે ફરી બે બાળકો ડૂબ્યા છે. તળાવમાં બે બાળકો ડૂબી જતા બંને બાળકોના મોત નિપજ્યા હતા. ગઈકાલે બંને બાળકો ગુમ થયા હતા, તપાસ બાદ તળાવ પાસેથી સાયકલ મળી આવી હતી. મોડીરાત્રે તળાવ પાસેથી […]

Gujarat Others

સતત બીજા દિવસે ગુજરાતમાં બાળકોનાં ડૂબી જવાથી મોત નિપજ્યાની કરુણ ઘટના સામે આવી છે. ઘટના બોટાદનાં લાઠીદડમાં ઘટી હોવાની વાત સામે આવી રહી છે. લાઠીદડનાં તળાવમાં આજે ફરી બે બાળકો ડૂબ્યા છે. તળાવમાં બે બાળકો ડૂબી જતા બંને બાળકોના મોત નિપજ્યા હતા. ગઈકાલે બંને બાળકો ગુમ થયા હતા, તપાસ બાદ તળાવ પાસેથી સાયકલ મળી આવી હતી.

મોડીરાત્રે તળાવ પાસેથી બંને બાળકોના મૃતદેહ મળ્યા છે. જો કે, બાળકોનાં મૃતદેહને પીએમ અર્થે બોટાદની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. અને પોલીસ દ્વારા આ ખરેખર અકસ્માત જ છે કે કેમ તે દિશામાં તપાસ પણ શરુ કરી દેવામા આવી છે, હાલાકી પ્રાથમિક તપાસ અને સંયોગીક પુરાવા જોતા પોલીસ દ્વારા તળાવમાં ડુબી જવાથી મોત થયાની વાતને પ્રાથમિક તપાસમાં પુષ્ટી આપવામાં આવી છે.

આપણ વાંચો : મોરબી/ માળીયાનાં જુના ઘાટીલા ગામે ભાઇ બહેન કેનાલમાં તણાઇ જતા બંનેનાં મોત

આપને જણાવી દઇએ કે, ગઇકાલે મોરબીના માળીયા નજીક બે નાના બાળકો અકસ્માતે રમતા રમતા નર્મદા કેનાલમાં ડૂબી ગયા હોવાની કરુણ ઘટના ઘટી હતી. બંને બાળકા ભાઇ અને બહાનનાં આ ઘટનામાં મોત નિપજ્યા હતા. ત્યાં આજે આ ઘટનામાં પણ બે બાળકોનો ડુબવાથી કરુણ અંજામ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.