ભાવનગરમાં આજદિન સુધી અન્ય મહાનગરોની જેમ મોટા લોકમેળા યોજાતા નથી અને ખાસ જન્માષ્ટમી પર્વે કોઈ મોટા મેળાનું આયોજન કરવામાં નથી આવતું ત્યારે ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ તારીખ ૧૪ ઓગષ્ટના રોજ કરવામાં આવશે.જે અંગેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય આ મેળો ૫૦ હજાર સ્ક્વેર મીટરમાં યોજાશે… આ ભવ્ય લોકમેળામાં અલગ અલગ ૫૦ થી ૬૦ પ્રકારની રાઇડ્સ રાખવામાં આવી છે .જેમાં એક હજાર દિવ્યાંગ બાળકો,આંગણવાડીના ૫ હજાર બાળકો તેમજ શહેરના વિવિધ તમામ વોર્ડના 20 થી 25 હજાર જરૂરિયાતમંદ બાળકો મેળાની રાઇડ્સમાં બેસવા માટે ફ્રી પાસ આપવામાં આવશે. આ ઉપરાંત ત્રણ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં ગુજરાતના નામી કલાકાર ભાગ હાજરી આપશે…ભાવનગર ખાતે યોજાનાર આ મેળામાં એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે .જેથી આ વર્ષે ભાવનગરના લોકો મનભરીને જન્માષ્ટમીના લોકમેળાને માણી શકશે.
Not Set/
ભાવનગરમાં જન્માષ્ટમી પર્વે ૧૪ ઓગષ્ટના રોજ લોકમેળાનો પ્રારંભ
ભાવનગરમાં આજદિન સુધી અન્ય મહાનગરોની જેમ મોટા લોકમેળા યોજાતા નથી અને ખાસ જન્માષ્ટમી પર્વે કોઈ મોટા મેળાનું આયોજન કરવામાં નથી આવતું ત્યારે ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ તારીખ ૧૪ ઓગષ્ટના રોજ કરવામાં આવશે.જે અંગેની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય આ મેળો ૫૦ […]
