Gandhinagar News:રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે શનિવારે મોડી સાંજે વહીવટી કાર્યને વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવવા માટે જરૂરી આદેશો જારી કર્યા હતા. ગાંધીનગરમાં સચિવાલયમાંથી જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, રાજ્યભરમાં કાર્યરત 37 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જ્યારે 165 નાયબ મામલતદારો (Mamlatdar)ને મામલતદાર તરીકે બઢતી આપીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

વિવિધ જિલ્લાઓના મામલતદારો (Mamlatdar)ની બદલી
વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, વિવિધ જિલ્લાઓના મામલતદારોને અન્ય તાલુકાઓ અથવા જિલ્લામાં બદલી કરવામાં આવી છે.આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી શાખા અને શહેરી વિકાસ જેવી મહત્વપૂર્ણ કચેરીઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.લાંબા સમયથી બઢતીની રાહ જોઈ રહેલા 165 નાયબ મામલતદારો (Mamlatdar)ને હવે મામલતદારની જવાબદારી સોંપવામાં આવી છે.આ અધિકારીઓને તાત્કાલિક અસરથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી (Voter list) સુધારણા પૂર્ણ થયા પછી આ બદલીઓ કરવા માટે ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી છે. વહીવટી તંત્રમાં આટલા મોટા પાયે ફેરફાર સાથે, ભવિષ્યમાં મહેસૂલ કામગીરી અને જાહેર સેવા સુવિધાઓ વધુ ઝડપી બને તેવી અપેક્ષા છે.
