Navinit Baldiya Attack: બગદાણા ગામમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે રાજ્ય સરકારે વિશેષ તપાસ માટે SIT (Special Investigation Team) રચવાની જાહેરાત કરી છે. IPS જયવીર ગઢવીની અધ્યક્ષતામાં તપાસ કરાશે અને પાંચ અધિકારીઓની ટીમનો સમાવેશ રહેશે.
નવનીત બાલધિયા પર હુમલાની સંપૂર્ણ તપાસ
આ નિર્ણય કોળી સમાજના આગેવાનો સાથે યોજાયેલી બેઠક બાદ લેવાયો છે. સમાજના નેતાઓએ રાજ્ય સરકારને હુમલાખોરોને ઝડપી અને યોગ્ય ન્યાય આપવામાં જલ્દી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
SIT દ્વારા હાથ ધરવામાં આવશે તપાસ
Special Investigation Team દ્વારા હાથ ધરવામાં આવનારી તપાસમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાની સંપૂર્ણ વિગતો એકઠી કરવામાં આવશે અને શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે. આ તપાસથી બગદાણા મામલામાં સ્પષ્ટતા આવશે.
