Gujarat News/ લોકોએ વિકાસ શું છે તે સાબિત કર્યું, રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને જાકારો આપ્યો

મોદી સરકારની નીતિઓ પર લોકોમાં વિશ્વાસ છે. ભ્રષ્ટાચાર અને જંગલરાજ ખતમ કરવાનો નિર્ણય છે

Gujarat

Gujarat News : NDAને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બહુમત મળ્યો છે. જેને લઈને જીતની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે. ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય ખાતે પણ ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી છે. ભાજપના કાર્યકરોમાં જીતની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતાં.

આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, બિહારમાં NDAની 200 કરતા વધુ બેઠકો પર લીડ છે. દેશમાં NDAની જીતનો ઉત્સાહ છે. ગુજરાતમાં પણ લોકોમાં એટલો જ ઉત્સાહ છે. બિહારનું પરિણામ રેકોર્ડ તોડી નાંખે એવું છે. NDA સરકાર પર લોકોનો વિશ્વાસ અડગ છે. હવે સરકાર બિહારનો જબરદસ્ત વિકાસ કરશે. આજે શિક્ષણનો દર 80 ટકાએ પહોંચ્યો છે.

મોદી સરકારની નીતિઓ પર લોકોમાં વિશ્વાસ છે. ભ્રષ્ટાચાર અને જંગલરાજ ખતમ કરવાનો નિર્ણય છે. લોકોને ડબલ એન્જિન સરકાર પર ભરોસો છે. ગુંડારાજ અને એક જ પરિવારવાદની વાત જગજાહેર છે. વિકાસ શું છે તે લોકોએ સાબિત કર્યું છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને લોકોએ જાકારો આપ્યો છે. તેમણે આવી કારમી હાર ક્યાંય નહીં જોઈ હોય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિહારની જીતને લઈને કહ્યું હતું કે, આ NDAની ઐતિહાસિક જીત છે. વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવું છું. આ વિજય સુશાસનનો વિજય છે. ઓપરેશન સિંદૂર થકી આ સુરક્ષાની જીત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના દક્ષિણ ડાંગમાં ‘લખપતિ દીદી યોજના’થી આદિવાસી મહિલાઓનું થયું ઉત્થાન

આ પણ વાંચો: MSME ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત ૨૧.૮૨ લાખ ઉદ્યમ રજીસ્ટ્રેશન સાથે દેશમાં પાંચમાં ક્રમે; સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ

આ પણ વાંચો: ગુજરાતે FY2026-27 સુધીમાં રાજ્યને 500 અરબ ડોલરનું અર્થતંત્ર રાજ્ય બનાવવાનું કર્યું નક્કી